ત્રિવેણી કવિતાઓ
ત્રિવેણી કવિતાઓ
(૧)
તારાઓની અસ્તવ્યસ્ત ગોઠવણીમાં
આંગળીના ઈશારે નક્ષત્ર બનાવવાની એ ચળ,
ઉનાળામાં રાતે અગાશી પર ખુલા આકાશને ઓઢીને સુવાની એ પળ,
ખબર ના પડીને અમાસના ચન્દ્રની કળા જોવાની વિસરાઈ ગઈ.
(૨)
ઓઢી લીધી મેં એ ચાદર ચપોચપ પગથી લઈને માથા સુધી,
આખો દિવસના થાકને લીધે મચ્છરદાની વિના ઊંઘ આવી ગઈ.
ખબર નહોતી કે સપના માટે ચાદર ટૂંકી પડશે.
(૩)
મારી અને સમાજની નજર પડી એના સેલ્ફી ખેંચાવતા હસતા મુખ ઉપર,
ગોગલ્સ પાછળની એની આંખ ઘણી વાર ભીંજાયી હતી એ તો કોઈએ ના જોયું.
<p>એને શર્ટથી શૂટ પહેરતા મોઢા પર ઘણી કરચલીઓ પડી ગઈ.
(૪)
હમણાંથી એ એકલો તારો બહુ ચમકી રહ્યો હતો,
પૂનમના ચંદ્રનેય આજે એની સામે જોવું પડ્યું.
ચમકવાનું કારણ બસ એટલું જ અંધારામાંય એકલો અડીખમ ઉભો હતો.
(૫)
નિશ્ચય કરીને નીકળ્યો હતો, પુરો કરવા મનમાં મોટો વિશાળ ધ્યેય લઈને,
ધ્યેયને ચળાવવા માર્ગમાં ઘણી મુશ્કેલીઓ-અવરોધો આવ્યા, કે એકવાર જરૂરથી નિશ્ચયને અડગ રાખવા પ્રશ્ન થાય.
તો શું માયકાંગલાની જેમ જીવતા હોવા છતાં મરેલા થઈને નીચો ધ્યેય કે ધ્યેય જ ન બાંધું કે મુશ્કેલીઓ જ ના આવે!