Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAKSHABEN CHOTALIYA

Romance

3  

RAKSHABEN CHOTALIYA

Romance

રાધાનું નામ લઈ

રાધાનું નામ લઈ

1 min
120


કોણે રે છાનું છાનું આવીને આજ

મારા માથા પર મોરપીંછ ખોસ્યું !

ને પછી રાધાનું નામ લઈ મનડું રંગ્યું..!


 રંગભરી પગલીઓ માંડી ઉમંગે ને

અવનવી ભાત ગૂંથી શણગાર્યું આંગણ.

મટુકીમાં હેત ભરી પારણિયે રોપીને

સુગંધી શ્વાસે રે વિસ્તારું પ્રાંગણ.


કોણે રે આછું આછું શમણું સજાવી

મારા કાળજળે પ્રેમબાણ છોડ્યું. ? 

કોણે રે છાનું છાનું આવીને આજ

મારા માથા પર મોરપીંછ ખોસ્યું ? 


ઊંચે આભે રે દીઠી ચાંદ શી હૂર કંઈ

 વાદળપંખી થઈ વીજહિંડોળે ઝૂલે.

ગુલમ્હોરી સ્મિત જ્યાં પહેર્યું મુખે કે

મીઠાં સ્મરણોનાં પરબીડિયા ખૂલે.


કોણ રે આવીને કાલું કાલું મારા  

કાનોમાં વ્હાલપ નીતરતા વેણ બોલ્યું ?

કોણે રે છાનું છાનું આવીને આજ

મારા માથા પર મોરપીંછ ખોસ્યું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance