STORYMIRROR

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

પ્રીતિની રીતિ

પ્રીતિની રીતિ

1 min
580


ધન તન દેતાં નવ ડરવું, ભાઇ,

મનને વિચારીને ધરવું,

ચંદન વૃક્ષને વ્યાલ વિંટાયા,

સાચવી તેને લેવું;

રત્ન પથ્થર કુંદનને કથીરમાં

રત્ન કુંદનથી જડવું,

કરી ક્સોટી કરવી ખરીદી,

પાછળ ના પસ્તાવું...ધન, તન દેતા૦

પ્રીતરીત તે પ્રેમી પિછાને,

સાગરે મોતી સમાણું,

જો દીધું દિલ કોઇને પ્રેમે,

તેને તો નિજનું ગણવું;

એક જ રંગ નિભાવવો નિત્યે,

નવરંગી નવ થાવું.

ધન તન દેતાં નવ ડરવું, ભાઇ,

મનને વિચારીને ધરવું,


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Classics