નારી વિના
નારી વિના
નર અધૂરો રહે છે નારી વિના,
કેટકેટલું એ સહે છે નારી વિના,
નરનારી લક્ષ્મીવિષ્ણુ રુપ છે,
લાગણી ક્યાંથી વહે છે નારી વિના,
પ્રકૃતિને પુરુષનું જોડાણ છે,
પૂર્ણતા રખે બાકી રહે છે નારી વિના,
બુદ્ધિને લાગણીનો સમન્વય,
પુરુષ સાવ એકાંત ગ્રહે છે નારી વિના,
છે ઊભયની જરુરિયાત કેવી !
મિષ્ટભોજનો ક્યાં મળે છે નારી વિના,
છે પરસ્પર હૂંફને સહકાર વળી,
અહમ્ પુરુષનું ના ઓગળે છે નારી વિના.