STORYMIRROR

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

માણેસ, તું મરોય

માણેસ, તું મરોય

1 min
493


માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા,

કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.

તરવરિયા તોખાર, હઇયું ન ફાટ્યું હંસલા;

મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.

રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં;

મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં.

કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ?

કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.

સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો ખેંગાર;

છત્રપતિએ છાઇઓ ગઢ જૂંનો ગિરનાર.

વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત;

જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.

ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે;

વળતાં બીજી વાર, દામોદર કુંડ નથી દેખવો.

ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર;

મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,

મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો?

મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે?

ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.

પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે,

માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics