લખતા'તા
લખતા'તા


ફકત વીતેલા સમયનો માર લખતા'તા,
બાકી અમે' ય ક્યાં હોનહાર લખતા'તા,
તારી ચિઠ્ઠી ન સમજાઈ તેથી રહી ગયો,
તમે પણ હા-ના ની ધારોધાર લખતા'તા,
નસીબ લખનાર સાથે મારે કંઇ વેર હતું ?
મારા ખાતે જ મુસીબત ઉધાર લખતા,તા,
દુખિયાના આંસુ લુછ્યા ને ખુદા મળી ગયા,
અને પેલા હજુય વેદોનો સાર લખતા’તા,
આજે પેલા બરાડા પાડી ભાષણ કરે છે ને,
તે ગઈ કાલે તો કોઈકનો પ્રચાર લખતા’તા,
તારા ને મારા દેશનો ફર્ક જોયો લખાણમાં,
અમે યાર લખતા'તા તમે ખબરદાર લખતા'તા.