ખુદ ને મળી લઈએ !
ખુદ ને મળી લઈએ !
પળ વારમાં બદલાય છે પસંદ આ જગની,
ખુદની જ અવિચળ પસંદ બની લઈએM
લોકોના ગમા-અણગમાની પરવા વગર,
ગમી જઈએ ખુદને એમ ખુદને મળી લઈએ.
સમયના સથવારે વધતા આગળ,
સૂર્યના સંગાથે થોડું ઢળી લઈએ,
હૃદય અને મનની ક્ષિતિજે અટકી,
ગમી જઈએ ખુદને એમ ખુદને મળી લઈએ.
ભિન્ન ભિન્ન રંગોથી રચાયેલ આ જીવન,
બની રંગ શ્વેત એમાં ભળી લઈએ,
તમસ અને ઓજસથી થઈને પર,
ગમી જઈએ ખુદને એમ ખુદને મળી લઈએ.
શીખતાં શીખતાં રાહમાં પડી ભૂલો અનેક,
એમાંથી જે શીખ્યા એ મનમાં જળી લઈએ,
સ્વયંને વધુ સક્ષમ બનાવાની ચાહમાં,
ગમી જઈએ ખુદને એમ ખુદને મળી લઈએ.
