STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

કાનુડો માંગ્યો દેને

કાનુડો માંગ્યો દેને

1 min
473


કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા

મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું

પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા… કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ

ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા… કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા

હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા… કાનુડો માંગ્યો

હાથી, ઘોડા ને આ માલ ખજાના

મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા… કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર

ચરણ કમળ મને દોને યશોદા મૈયા… કાનુડો માંગ્યો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics