STORYMIRROR

Sandip Pujara

Inspirational

4  

Sandip Pujara

Inspirational

જિંદગી ચાલે નહિ

જિંદગી ચાલે નહિ

1 min
389

​લાગણીઓ સંઘરીને જિંદગી ચાલે નહિ,

વહેંચ, તિજોરી ભરીને જિંદગી ચાલે નહિ,


હો કસોટી જિંદગીની આપજે રાજીખુશી

સંજોગોને કરગરીને જિંદગી ચાલે નહિ,


સૌથી મોટા દેવ પુરુષાર્થ છે એ જાણજે

દેવસ્થાનોમાં ફરીને જિંદગી ચાલે નહિ,


છે ભલે ભૂતકાળ સોનાથી મઢેલો આપણો

ગત સમયને વાપરીને જિંદગી ચાલે નહિ,


કોઈ મારુ ના હતું તો કોઈનો હું ના થયો

એમ ખુદને છેતરીને જિંદગી ચાલે નહિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational