STORYMIRROR

karan shukla

Inspirational

4  

karan shukla

Inspirational

ધીમે ચાલ જિંદગી

ધીમે ચાલ જિંદગી

1 min
366

તુ દોડતી જાય છે ને મારાથી ચલાતું પણ નથી

ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે

ઘણા બધા સ્વપનો છે મારી આંખોમાં

થોડાક તેં બતાવેલા થોડાકમેં સંઘરેલાં


કેટલાક સબંધો છે મારી સાથે જોડાયેલા

ઘણા ઈશ્વરે આપેલા ને થોડા મેં બનાવેલા

જોજે એ બધા મારાથી છૂટી ન જાય

ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે


કઈ કેટલીય લાગણીઓ છે આ હૃદયમાં

ઘણી બધી ગમતી અને થોડીઘણી અણગમતી

કંઈક કેટલીય જવાબદારીઓ છે આ જીવનમાં

થોડીક જબરદસ્તીથી સોંપેલી થોડીક મેં સ્વીકારેલી


એ બધાનો ભાર ઉંચકીને લાંબુ ચાલી શકું એ માટે

ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે

ઘણાબધા નું હૃદયમાં સ્થાન બનાવવું છે

અને ઘણાબધા નું હૃદયમાં સ્થાન ટકાવવું છે


જવાબદારીઓ સાથે પોતાના સ્વપનો પુરા કરી શકું કે

તું ધીમે ચાલજિંદગી મારાથી થાકી જવાય છે

કોઈને કડવાશથી યાદ કરું એવા વ્યવહાર ટાળ્યા છે

લોકોના હૃદયમાં હંમેશા રહું એવા પ્રયત્ન કર્યા છે


ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ ન પહોંચે

એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે

એવી મારી પ્રાર્થનાને ફળીભૂત થતાં જોવી છે

તો ધીમે ચાલ જિંદગી મારાથી થાકી જવાય છે


રેતની જેમ સમય મુઠ્ઠીમાંથી સરકે છે આજે

સાથે ચાલીએ છીએકાલ ની કોને ખબર છે ? 

ખુબ પ્રેમ કરુ છું તને ઓ જિંદગી

જરા તું ધીમે ચાલ મારાથી થાકી જવાય છે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational