STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

બાઈ અમે બાળ કુંવારા

બાઈ અમે બાળ કુંવારા

1 min
606


કાનુડો શું જાણે મારી પીડ,

હે…. બાઈ અમે બાળ કુંવારા.

જળ રે જમુનાના અમે,પાણીડે ગ્યા’તાં રે,

કાનુડે ઉડાડ્યાં આછાં નીર,

હે ઉડ્યા ફરરર રરરર રે…. કાનુડો શું જાણે….

હુ રે વેરાગણ કા’ના,તમારે નામની વ્હાલા,

કાનુડે માર્યા છે અમને તીર,

હે વાગ્યા અરરર રર રર રે… કાનુડો શું જાણે…

વૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે,

સોળસે ગોપીના તાણયાં ચીર,

હે ફાડ્યા સરરર રર રર રે… કાનુડો શું જાણે..

બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધરના ગુણ વ્હાલા,

કાનુડે બાળીને કીધા રાખ,

હે ઉડી ફરરર રર રર રે… કાનુડો શું જાણે…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics