STORYMIRROR

Nishant Varma

Inspirational

3  

Nishant Varma

Inspirational

અલ્લાહ મહાન દે

અલ્લાહ મહાન દે

1 min
14K


 

આખું નહિ તો થોડું મને આસમાન દે

આ શીશ ઊંચું થઇ શકે એવું સ્વમાન દે

ભરચક ગલી મકાન ને રસ્તાઓ શહેરના

એકાંત આ સમાઈ શકે એવું સ્થાન દે

ટૂંકી પડી રહી છે ક્ષિતિજો ભ્રમાંડની

વિસ્તાર દિશાઓ અને લાંબી ઉડાન દે

આપે જો શ્વાસ આપ એની મહેકથી સભર

આપે સ્મરણ તો એનું સ્મરણ, એનું ધ્યાન દે

સઘળાં સુખો અને દુ:ખો અને સઘળી આ ધૂપછાંવ

સંતાપ આ સઘળાં સામે એવું જહાન દે

સરખા દિવસ ને રાત છે સરખી સમયની ચાલ

સરખા છે માણસો તો મુકદર સમાન દે

જાણું છું ગુનેગાર , શર્મસાર છું હનીફ

તો પણ ક્ષમા નકી મને અલ્લાહ મહાન દે.  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational