આપણે કેમ ન કરીએ
આપણે કેમ ન કરીએ
કોઈ કહે કે ના કહે એવાં ઓરતાં કેમ રાખીએ
આપણે જ કોઈને તું ગમે છે એમ કેમ ના કહીએ
કોઈ નજરું પાથરીને બેસે કે ના બેસે, એવી ઞંખના કેમ કરીએ
આપણે જ ખુદ ચાલતાં ચાલતાં એની કને કેમ ના પહોંચીએ
કોઈ દિલમાં વસે કે ના વસે એવા ભ્રમમાં કેમ રહીએ
આપણે જ કોઈના દિલમાં વસી એનો ભ્રમ કેમ ના તોડીએ
કોઈ ઝુરાપામાં આંસુ વહાવે કે ના વહાવે એવી ખેવના કેમ રાખીએ
આપણે જ કોઈના આંસુ લૂંછી એને હોઠે સ્મિત ના ફરકાવીએ