રોયલ બ્લુ (તૃતીય સ્વરૂપ ચંદ્રઘંટા માતાજી)
રોયલ બ્લુ (તૃતીય સ્વરૂપ ચંદ્રઘંટા માતાજી)
રોયલ બ્લુ સમૃદ્ધ રંગ ગણાય,
તે રંગ પ્રતિષ્ઠિત હોદા તરીકે પ્રખ્યાત,
તે છે ખમીસનો સત્તાવાર રંગ
તે શાળામાં પ્રાથમિક રંગ તરીકે વપરાય,
આ રંગ શાંતિ અને સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે
ચંદ્રઘંટા માતાજી બહાદુરી અને હિંમતનું
પ્રતિનિધિત્વ ધરાવે છે,
તે કપાળ પર અર્ધ ચંદ્ર ઘંટના આકારમાં પહેરે છે
તેથી માતાજી ચંદ્રઘંટા તરીકે ઓળખાયા,
મંત્ર:પિણ્ડજ પ્રવરારુઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુતા,
પ્રસાદમ્ તનુતે મહાયમ્ ચન્દ્રઘંટેતિ વિશ્રુતા.