Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRIYANKA SOLANKI

Classics Drama

2  

PRIYANKA SOLANKI

Classics Drama

અધિક મહિનો

અધિક મહિનો

3 mins
713


એક ગામ હતું. તે ગામમાં એક બાઈ રહેતી હતી. બે દીકરા હતાં. હવે એક વખતની વાત છે. આ બહેનના ભાઈ અને ભાભી અધિક મહિનાના વ્રત કર્યા હતાં. એટકે વ્રત દરમ્યાન કામ કોણ કરે એટલે માટે ભાઈ-ભાભી નહિ ધોઈને વ્રતની વાત સાંભળે ત્યારે બહેન ઘરના બધા જ કામ કાજ કરે. ભાભી પહેલા આવે એટલે નણદના બાળકોને ઘેસ અને છાશ ખવડાવીને બાજુમાં રમવા મોકલી દે.

ભાભી પાંચ પકવાન બનાવે વ્રત છોડીને જમવા બેસે એટલે ભાઈ પૂછે, ‘બહેન અને ભાણિયાએ ખાધું કે નહિ?’ ત્યારે ભાભી કહે, ‘ભાનીયાઓને તો ખવડાવ્યું અને બાજુમાં કાકાને ઘરે રમવા મોકલી દીધા છે.’ આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. એક દિવસ ભાણિયો રડવા લાગ્યો તો બહેને પૂછ્યું, ‘બેટા કેમ રડે છે?’ ત્યારે ભાનીયાએ કહ્યું, ‘મામી પાંચ પકવાન બનાવીને ખાય છે. અને અમને ઘેસ અને છાશ આપે છે.’ ભાનીયોને રડતા જોઈએ ભાઈએ પૂછ્યું, ‘બહેન ભાણીયા કેમ રડે છે ?’ તો બહેન ખોટું બોલી કે એતો ભાણીયાને અહીં ફાવતું નથી એટલે.‘ એમ કહી વાત વાળી લીધી.

હવે ભાઈએ પોતાની પત્નીને કહ્યું, ‘બહેન અને ભાણેજ હવે તેમના ઘરે જવાના છે. એટલે જમવા માટેની વ્યવસ્થા કરી આપો.’ ને ભાઈ ખેતરે જતાં રહ્યા. એટલે ભાભી એ રસોઈ બનાવવાનું શરુ કર્યું. ભાભી એ જે રોટલા ભાથા માટે બનાવ્યા તેમાં છાણ અને માટી ભરી દીધા. પછી બહેન અને ભાણીયા પોતાના ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં ભાણીયાઓને ભુખ લાગી. એટલામાં નદી આવી. એટલે બહેને ભાનીયાઓને કહ્યું , ‘ચાલો નદીમાં હાથ પગ ધોઈ લઈએ પછી જમી લઈએ.’ આમ કહી નદીમાં હાથ પગ ધોવા ગયા.

બહેને આવીને ભાથું ખોલ્યું અને જોયું તો રોટલામાં તો છાણ અને માટી હતી. તેને ખુબ જ દુ:ખ થયું. પણ કરે પણ શું ? પણ તેણે અધિક મહિનામાં ભગવાનનું વ્રત કરવાવાળા ભાઈ-ભાભીની સેવા કરી હતી. એટલે ભગવાન તેમની પર પ્રસન્ન થયા. અને તેમણે ખુબ જ સુખ અને સમૃદ્ધિ આપી. એટલે બહેને તો આ સંપતિથી પોતાનું આખું ગામ જમાડ્યું. ભાઈ અને ભાભીને પણ તેડાવ્યા.

આ બધું જોઈ ભાભીને ખુબ જ ઈર્ષા આવી. તેણે પોતાના પતિને કાન ભંભેર્યા. તમારી બહેન અહીં રહેવા આવી હતી, ત્યારે આપણા ઘરે થી બધું ચોરી ગઈ છે. આ સાંભળી ભાઈને ખુબ જ ગુસ્સો આવ્યો. તેણે નક્કી કર્યું કે બહેનને સજા કરવી જ પડશે. તેણે પોતાની પત્નીને પૂછ્યું, ‘શું સજા કરીશું ? તો ભાભીએ કહ્યું, ‘ખાડો કરીને બહેનને દાટી દો.’ ભાઈને પણ આ ઉપાય ગમ્યો.

હવે રાત પડી. પણ ભાઈને ઊંઘ આવતી નહતી. ભાઈ અધિક મહિનો કરતાં હતાં. એટલે ઘરમાં ભગવાનનો દીવો ચાલુ હતો. ભાઈએ જોયું તો કબાટમાંથી કંઇક અવાજ આવતો હતો. ભાઈએ ઉભા થઈ કબાટ ખોલ્યું તો દીવો બોલતો હતો. અને પદ્કાલું જવાબ આપતું હતું. ભાઈને તો ખુબ જ નવાઈ લાગી. તે પણ દીવો બોલતો હતો. તે વાત સાંભળવા બેસી ગયો. દીવા એ વાત ચાલુ કરી.

ભાઈ-ભાભીએ વ્રત કર્યા. બહેન કામ કરવા આવી. ભાભીએ ભાનીયાઓને ઘેસ અને છાસ પીવડાવી. બહેનને છાણ માટીના રોટલા આપ્યા, બહેન પર ચોરીનો ખોટો આરોપ મુક્યો. આ બધું સાંભળી ભાઈને બધી જ વાતની ખબર પડી ગઈ. કે તેની પત્નીએ જ બહેનને દુ:ખ આપ્યું હતું.

એટલે બીજા દિવસે ભાભીએ ભાઈને પૂછ્યું, તમારી બહેનને ક્યારે દાટવાના છે. ત્યારે ભાઈએ કહ્યું, ‘તું એક કામ કર. એકવાર આ ખાડા ઉતરી જો તું સમાય છે કા નહિ ? જો તું સમય તો બહેન પણ સમાઈ જશે.’ એટલે તો ભાભી હરખાતી હરખાતી ખાડામાં ઉતરી. બસ પછી તો એટલી જવાર ભાઈએ માટી નાંખી નાખીને ખાડો પૂરી દીધો.

આમ સત્યનો વિજય અને અસત્ય નો પરાજય થયો.


Rate this content
Log in

More gujarati story from PRIYANKA SOLANKI

Similar gujarati story from Classics