Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy

2  

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy

ચિંતા ચહેરે પડે કરચલી ત્યારે

ચિંતા ચહેરે પડે કરચલી ત્યારે

2 mins
391


હા, સમયની સાથે જેણે ઘરને સાચવ્યું જેણે, આખું આયખું ચાર દિવાલમાં અને બાળને ઉછેરવા કાઢ્યું એવી એક ઘરડી આંખની આ વાત છે. સત્યઘટના અને તત્કાલિન સમયની સૌથી વિકરાળ અને ભયંકર પાસું રજૂ થતું લાગે છે, નડિયાદથી વતન આવવા વહેલી સવારે બસમાં નીકળ્યો ત્યારે નેનપુર ચોકડીથી એક ૮૦ વર્ષના ઉંમરલાયક પણ સફરને લાયક નહી એવા બા ચડે છે, મુખમાં પ્રભુનું સ્મરણ નાની બેગ અને અનાયાસે મારી પાસેની સીટ પર આવીને બેસે છે, કંડકટરને કહે છે અમદાવાદથી ગાંધીનગરની બસમાં જવું છે અભણ છું તો મને બેસાડી દેજો અને મેં કહ્યું હું એજ બસમાં જઈશ આપ મારી સાથે ચાલજો, બા ગળગળા થઈ ગયા આટલી ખુશી તો કોઈ ડોલર કમાવવા જાય તે પણ ના રજૂ કરે, ઉંમરની સાથે આપણે જેને સાચવીએ છીએ, જેણે લાયક કરીએ છીએ એ જ સંતાનો કયા પરિબળોને આધીન આ ઘરડી આંખોને આમ ઘરડાઘરના સરનામા શોધવા મજબૂર કરતાં હશે. ગાંધીનગરની બસમા ચડતા જ બાની ટીકીટ મે કરાવી અને ત્યારથી એક અજાણી આંખો એનો ચિતાર જાણે કોઈ પોતાનું મળે અને રજૂ કરે તેમ રજૂ કરતા રહ્યા, જે પોતે ઘરડાઘર રહે એવી માઁ પોતાના પુત્રને શ્રવણ કહી સંબોધે એ શું સમજવું ,પણ માઁ અહીં પણ પોતાનું વ્હાલ અકબંધ રાખે છે અને પુત્ર હજારો કમાઈને પણ નિર્ધન સાબિત થાય છે.. એક માઁ શું ઝંખે તો આ નિરાધાર માઁ એનો દિકરો ફકત ઘરડાઘર આવી પાવતી ફડાવે, પ્રસાદ પેટે પૈસા આપે છે અને ત્યાંના મહારાજના એક જોડી કપડા આપે છે ત્યારે આ પુત્ર માઁ માટે મહાન છે, ઘરડી માઁ નો વ્હાલનો દરિયો અહીં હિલોળા ભરે છે અને એ હિલોળામાં પુત્રનું પરોપકારના ઢોંગનું ધોવાણ થાય છે. ઓલ્ડએજનો જેણે પણ વિચારા કર્યો તેને હું નતમસ્તક છું પણ આવા વિચાર કરવા જેને પણ વિવશ કે વિચારતા કર્યા એવા કુપુત્ર કે પાત્ર માટે ભરોભાર શરમ.. ભારતીય સંસ્કૃતિનો છેદ ઉડે પણ હાલ આવા અનેક નિરાધાર માતા-પિતાની છત્રછાયા બને છે આવા આશ્રમ ઘરડાઘર.


Rate this content
Log in

More gujarati story from સંદીપ ચૌધરી- અાંજણા

Similar gujarati story from Tragedy