Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

રણકાર ઝીલ્યા

રણકાર ઝીલ્યા

1 min
13.6K


સૂરજના કિરણોએ અંધારું છેદીને ઝગમગતો ઝીલ્યો ચમકારો

તરણાંની કાયામાં આળસ મરડીને ઉઠે પાછલી રાતના આકારો

છમછમતો છમછમતો રણકારો..


શબરી એ ચાખીને બોર એક દીધું તે બોર હતું મધ જેવું મીઠું

દુબળી એ કાયાને પાંપણના પછવાડે મઘમઘતું હેત આજ દીઠું

નજરુંથી નીતરતા વ્હાલભરા શબ્દોથી દલડાંમાં ધકધકતાં થડકારો

છમછમતો છમછમતો રણકારો..


તારી જ વાતો ને તારી જ બોલીમાં ખીલ્યાં છે ફૂલડાંઓ સતરંગી

જીવતરના આંગણામાં રોજ રોજ નિતનવા ગીત ગાઉં રંગ રંગી

તરસી આ ધરતીને અમૃતના બેક ટીપાં આપી દે હરિ મને સધિયારો

છમછમતો છમછમતો રણકારો..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational