STORYMIRROR

Vijay Jadav

Inspirational

3  

Vijay Jadav

Inspirational

અપનાવી જો.

અપનાવી જો.

1 min
13.4K


જાતને જાત સાથે તું પરણાવી જો.

ભીતરે લાગણીને તું ફણગાવી જો.

એક દિવસ ચૂમશે હાથ તારા ફતેહ;

શ્રમતણું સાચું વળગણ તું વળગાવી જો.

જાત બીજાની સળગાવવી છે સરળ,

એક વખત ખુદનું જીગર તું સળગાવી જો.

મોટી મોટી બડાશોથી શો ફાયદો?

આચરણમાં તું પોતે જ અપનાવી જો.

મનને જીત્યું છે એણે બધું જીત્યું છે,

ચલ, પ્રથમ તારા મનને તું સમજાવી જો.

આપવી તો બધાંને ગમે છે સલાહ,

કો'ક દિન તારા મનને તો સમજાવી જો.

કોણ માણસ છે અહી દૂધથી ધોયલો!

ચારણીમાં જરા જિંદગી ચાળી જો.

ચિંતા ફોરમ વિશે કરવી તું છોડી દે,

કામ ઑલો કરે બાગમાં માળી જો.

ઝાડ પર નામ કોતરવા કરતાં "વિજય"

એના ઘર સામે એક છોડવું વાવી જો.

આવશે રંગ નોખો ગઝલમાં "વિજય",

ઢાળમાં એને ગાયનનાં તું ઢાળી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational