યાત્રા આધ્યાત્મિકતાની
યાત્રા આધ્યાત્મિકતાની
ધાર્મિક અને આધ્યાત્મિક વચ્ચેનો ફરક શું ?
હું ધાર્મિક હતો, પણ હવે આધ્યાત્મિકતાની સફર કરવા નીકળ્યો છું. મને ધર્મમાં અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ, મને ધાર્મિકમાંથી આધ્યાત્મિક બનાવામાં 15 વર્ષનો સમય લાગ્યો. નિયમ પાડવા, દરરોજે મંદિરે જવું પણ સમય જતા ઈશ્વરની નજીક જવાને બદલે દૂર થતો ગયો. બીજા અર્થમાં કહું તો પરમપિતા પરત્માત્માથી ડરવા લાગેલો. એક દિવસ મંદિરે ના જવાય તો ભગવાન દંડ કરશે તો ? સરળ સ્વભાવનો હું મંદિરમાં ઈશ્વર પાસે પ્રાથના કરતો. રીતસરની ભીખ માંગતો. એકજ સંપ્રદાયને માનવું એટલે ધર્મ અને બધા ધર્મોને માન આપવું એટલે આધ્યાત્મિકતા. સમય જતા સમજાયું કે ઈશ્વર એ બહાર નથી પોતાની અંદર જ છે
. પોતાની જાત સાથે ઓળખાણ થઇ, સ્વને શોધવાનો પ્રયત્ન કરું છું. પરમપિતા પરત્માત્માનું હૃદય એટલું નાનું નથી કે નાની નાની બાબતોમાં દંડ કરવા માંડે. ઈશ્વરના હૃદયમાં દરેક માટે જગ્યા છે.
પોતાની જાત ને શોધવાનો પ્રયત્ન એટલે જ આધ્યાત્મિકતા. દાન , સમર્પણ, સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતા, વિનમ્રતા, પ્રભુતા, પ્રેમ , ત્યાગ, દયા એ જ સાચો માનવધર્મ છે. ઈશ્વર એ બીજે ક્યાંય નહિ પોતાના મનમંદિરમાં વસેલો છે. એ જ રાતે સુવાડે છે અને સવારે જગાડે છે. જમવા ભોજન અને પહેરવા કપડાં પણ એ જ આપે છે. પરમ પિતા પરમાત્માના અસ્તિત્વ પર શંકા કર્યાં વિના પોતાના નિત્યકર્મોમાં પ્રવીણ થવું એ જ સાચી આધ્યાત્મિકતા છે.