STORYMIRROR

ISHAN PANCHAL

Inspirational

3  

ISHAN PANCHAL

Inspirational

ટોક્સિક રિલેશનશિપ

ટોક્સિક રિલેશનશિપ

1 min
152

ઘણીવાર જ્યારે કોઈ તમારા તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તમે વારંવાર એની પાસે જાવ છો. એ તમારી ભાવનાઓને સમજતું નથી વારંવાર તમે અપમાનિત થાવ છો. તમારું આત્મસન્માન ગવાય છે. વારંવાર તમે કોઈની પાસે પ્રેમની ભીખ માગો છો. તમે વારંવાર એકની એક વ્યક્તિને તમારી ભાવનાઓને સમજવાની રીક્વેસ્ટ કરો છો. છતાં પણ એ તમને સમજતું નથી. તમને માન નથી આપતું અને તમારી કદર નથી કરતું. 

એ વ્યક્તિ માત્ર ને માત્ર તમારી લાગણીઓનો ઉપયોગ કરે છે. તમે આપેલા પ્રેમ અને ત્યાગના બદલામાં તમને કંઈ પણ મળતું નથી. આવી ટોક્સિક રિલેશનશિપ નથી જેટલા વહેલા તમે બહાર નીકળશો એટલું જ તમારા જીવનને વધુ સુંદર બનાવી શકશો. જે વ્યક્તિને તમારી ભાવનાઓની કદર નથી. જે વ્યક્તિ તમારી લાગણીઓને સમજતું નથી. જે વ્યક્તિને તમે પસંદ નથી. જે વ્યક્તિ વારંવાર તમને અપમાનિત કરે છે, તમારો તિરસ્કાર કરે છે, તમારું સન્માન નથી કરતો. વારંવાર તમને નીચા દેખાડવાનો ટ્રાય કરે છે. આવા વ્યક્તિઓનો ત્યાગ કરવાથી જ તમને જીવનમાં સાચું સુખ મળશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational