Jogeshwari I Chhaya

Inspirational Romance

3  

Jogeshwari I Chhaya

Inspirational Romance

વસંતનાં વધામણાં

વસંતનાં વધામણાં

3 mins
7.5K


“એ વાસંતી.. આવતો.. એ વાસંતી..” બગીચામાં હિંચકે હિંચકતા વિનેશે વાસંતીને હાકલ કરી. “એ આવી..” થોડીવારે હિંચકાનાં પાંગરા પકડીને વાસંતી ઊભી રહીને બોલી, “ બોલો, શું કહેતા હતા? શું કામ છે? આ પેલા ઉડતાં પખીઓને જોવાનાં છે કે પછી છોડોને નવી કૂંપળો ફૂટી છે એ જોવાનું છે?”

“વાહ.. શું વાત છે? વાસંતી તને તો મારા મનની પણ જાણ થઈ ગઈ. આને કહેવાય પ્રેમ!” “બોલો, આડીઅવળી વાત પછી કરજો ખરેખર શું કામ હતું?” “ખરેખર કહું તો તારી પાસે હિંચકે બેસીને થોડી વાતો કરવી હતી.” “જલ્દી બોલો મારે ઘરમાં કામ કરવાનાં હોય ને?” “હવે ઘરનાં કામમાં, વરનાં કામનો સમય પણ લખી રાખ તો..” તને આમ હેરાન ન થવું પડે.” “દૂધ ગેસ પર છે. હમણાં આવી.” થોડી વારમાં આવીને વિનેશની બાજુમાં બેસી ગઈ. “વાસંતી, બોલ આજે કયો દિવસ છે? નથી કોઈનો જન્મદિવસ કે નથી કોઈની એનિવર્સરી. યાદ કર આજે તારો દિવસ છે. વાતાવરણમાં તને આજે કંઈ નવું નથી લાગતું? લે કહી જ દઉં. આજે વસંત પંચમી છે. ઋતુરાજ વસંતનો આજે દિવસ છે.” “વસંત એટલે મારા રાજાનો દિવસને?” “અરે વાહ”

તમને તો રોજ રોજ આ વાસંતી વાયરો હોય જ છે ને?” વિનેશ આવું સાંભળીને રાજીનો રેડ થઈ બોલી ઉઠ્યો, “ક્યા બાત..! આ વાસંતી વાયરો મને તો ભીંજવી ગયો ને મને તો આ વાસંતી વાયરા સિવાય ક્યા ઉદ્ધાર છે?” વાસંતીનો હાથ પકડીને બોલી નાખ્યું.

“તમારી હમણાં બાકડાં પર પરિષદ કેમ નથી ભરાતી?” “કેમ મારી સતત ઘરમાં હાજરીથી ત્રાસી ગઈ છે?” “ના..ના.. આ તો તમને જરા ચેન્જ..” “હા..હા…”  વચ્ચેથીજ વિનેશે કહી દીધું. “હું તને ઓળખું છું ને ઘેર આવવામાં મોડું થાય તો કેમ વાર કરી ને પ્રશ્ન થાય ને? અને નથી જતો તોય વાંધો.. શું કરવું મારે?”

વાસંતી વિનેશનાં લગ્નનએ ત્રીસ વર્ષ પૂરાં થયા હતા. દિકરા ચિરાયુનો વિવાહ હમણાંજ થઈ ગયો હતો. બંને ફરવા ગયાં હતાં. વિનેશનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ વાસંતીને ભરપૂર પ્રેમ કરે. પ્રેમની વર્ષા કોને ન ગમે? વાસંતી અને વિનેશ લોકોના ઈષ્યાનું પાત્ર બની રહે. સુખી દાંપત્ય જીવનનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડે.

“બગીચો પાંદડાંઓનું મેદાન બની જાય છે. આખો દિવસ વાળીએ તોય પાર જ ન આવે.” “તારું મન પાછું સફાઈ અને સાવરણીમાં ચોટી ગયું ને?” ખભા પર માથું ટેકવીને વિનેશે કહી જ દીધું. “તું મારી પાસે હોય ત્યારે તારે મન મારામાં જ પરોવી રાખવાનું. બીજા કોઈનો વિચાર પણ આવવા દેવાનો….ન… સમજી?”

ઓહો.. તમારી વાતો તો બહુ જ અઘરી.. તમને જ સમજાય હો.. રાત્રે સોસાયટીમાં  પ્રોગ્રામ છે. “વસંતનાં વધામણાં” આપણે જવાનું છે.”

ત્યાં પહોંચતાં જ બધાંએ એમને ઊભા થઈને બંનેને આવકાર્યા. કાર્યક્રમ શરૂ થયો. સરપ્રાઈઝમાં વિનેશને ચિઠ્ઠી કાઢીને તેમાં લખ્યું હોય એમ કરવાનું હતું. ચિઠ્ઠી લઈ, સ્ટેજ પર જતાં ચિઠ્ઠી વાંચતાં, વિનેશે જોરથી અટ્ટહાસ્ય કર્યું. પ્રેક્ષકગણમાં સન્નાટો છવાઈ ગયો. “તમે તમારી પત્નીને આવડો પ્રેમ કરો છો?” એ વાંચીને સંભળાવ્યું.

જોરથી બોલ્યો, “વસંતી..” વાસંતી ઊભી થઈ અને એવો બોલ્યા, “વાસંતી.. આઈ લવ યુ.. અને ફ્લાઈંગ કિસ કરી.. જુઓ, “તમે તમારી પત્નીને આવડો પ્રેમ કરો છો?”  એનો પ્રત્યક્ષ દખલો.

પ્રેમનો કોઈ માપદંડ ન હોય, પ્રેમ એટલે પ્રેમ આ સવાલનો સંદર્ભ આ પ્રમાણે પ્રેમમાં માત્ર સમર્પણ ભાવ હોય.

પત્નીની વ્યાખ્યા આ પ્રમાણેની છે. શૌયે સુ રંભા, ભોજે સુ માતા કાર્યે સુ મંત્રી અને કર્મે સુ દાસી..

યાદ રહે પત્ની પાસેની અપેક્ષાનાં બદલામાં લગ્ન વખતે સેંથાંમાં સિંદૂર પૂરો છોને? એનો અર્થ એની માંગણીઓ હું પૂરી કરીશ એવો થાય. આ બધી વાત જાણીને પણ અમલમાં નથી મૂકતાં એકબીજાં માટે, જીવવાની ભાવના હોય ત્યાં આવો પ્રેમ હોય. પારકે ભાણે લાડુ મોટો લાગે પણ આપણે તો આપણાં નાના લાડુને મીઠો કરીને ખાતાં શીખી લેવું જોઈએ. માગણીની અપેક્ષા એટલી ન હોવી જોઈએ કે લાગણીનું દિલ તૂટી જાય.

છેલ્લી વાત કે વાસંતીની પરવાનગીથી પૂછી લઉં, “કાલથી નિરાંતે આવી જશો ને?”

તમે હજુયે મારા વિનાં નથી રહી શકતા? આ લોકોને તો થોડા દિવસ સાથે રહેવા દે, રજાનો લાભ લઈ લે. પછી તો વહુને ઘરમાં પરોવાવું પડશે. આવી વાસંતીની સમજ.. આ સમય તો પૂરો માણો.

સમજાયું ને? વાસંતીને આવડો પ્રેમ કેમ કરું છું?”

તાળીઓનો ગડગડાટ….


Rate this content
Log in

Similar gujarati story from Inspirational