STORYMIRROR

Twisha Bhatt

Inspirational

4.7  

Twisha Bhatt

Inspirational

વીજળી

વીજળી

2 mins
327


એક નાનકડું ગામ હતું. આશરે હજારેક ઘરની વસ્તીવાળું આ ગામ ફુલસર નામે ઓળખાય. આ ગામના લુહાર ચકલામાં ભઈજીભાઈ નામે એક લુહાર એના પરિવાર સાથે સુખ-શાંતિથી રહેતા. ભઈજીભાઈ ખૂબ સંતોષી માણસ. રોજ કમાય એ જ રોજ વાપરે. ન કોઈ ફરિયાદ ને સદાય હસતા ને હસતા. એમને બે સુંદર દીકરીઓ હતી. એકનું નામ વર્ષા ને બીજીનું વીજળી. વર્ષા ઘરકામમાં હોશિયાર ને શાંત સ્વભાવની, તો વીજળી ચતુર અને અલ્લડ મિજાજી.

ભઈજીભાઈની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. પતરાના છાપરાવાળું હવા-ઉજાશ વગરનું લીંપણ વાળું કાચું ઘર. ઘરમાં વીજળીની પણ વ્યવસ્થા ન હતી, પણ દીકરીઓને ભણાવવાનું એમનું દ્રઢ મનોબળ. વીજળી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. રોજ સવારે શાળાએ જતી, બપોરે ઘરે આવી એની મા તથા બહેનને ઘરકામમાં મદદ કરતી, સાંજે મિત્રો સાથે રમતી ને રાત્રે લાલટેનના અજવાળે અભ્યાસ કરતી.

આમ કરતાં બે વર્ષનો સમય વીત્યો.વર્ષાના લગ્ન લેવાયાં.બંને બહેનો વચ્ચે ગાઢ પ્રેમ. વર

્ષાએ આપેલી દરેક શીખને ધ્યાનમાં રાખી વર્ષાના લગ્ન બાદ જાણે વીજળી એકાએક મોટી થઈ ગઈ હોય એમ આખું ઘર તેણે સરસ રીતે સાચવી લીધું. ઘરની બધી જવાબદારીઓ રસપૂર્વક નિભાવવા છતાં પોતાના અણનમ ધ્યેયને વરેલી આ દીકરીએ ભણવામાં નમતું ના જોખ્યું.

ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં વીજળી ૯૭% માકૅસ સાથે ઉત્તીણૅ થઈ. માં -બાપની ખુશીનો પાર ન રહ્યો.નાનકડાં એવા ગામની લુહાર પરિવારની દીકરીએ ગામ તથા પરિવારનું ગૌરવ વધાર્યું.એટલું જ નહિ, આટલાથી જાણે સંતોષ ના થયો હોય એમ વીજળી તો પ્રગતિના પથ પર આગળ વધી. આઇ.એ.એસ.ની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી વીજળી કલેકટર બની.

કહેવાય છે કે "સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય." જે વીજળી એ સાર્થક કર્યું. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પોતાના અથાક પરિશ્રમ દ્વારા એ સફળતાના ઉચ્ચતમ શિખર સર કરી શકી. કંઈ કરી બતાવવાની ધગશ તથા કઠોર પરિશ્રમ સામે ભૌતિક સુખ-સગવડો કે નાણાંનું મૂલ્ય કંઇ જ નથી.


Rate this content
Log in

More gujarati story from Twisha Bhatt

Similar gujarati story from Inspirational