Mehul Dusane

Inspirational

3  

Mehul Dusane

Inspirational

વાત જિંદગી ની

વાત જિંદગી ની

3 mins
12.4K


જિંદગી કંઈ વાંચવાનો વિષય નથી. જિંદગી સવાલ કે જવાબ નથી. જિંદગી કંઈ વર્ષો કે દિવસોની બનેલી નથી. તો શું છે જિંદગી ? ઘણી વાર વિચાર આવે મારા જીવનમાં શું થઇ રહ્યું છે સમજ નથી પડતી. વિચાર્યું હોય એવું થતું જ નથી. ઘણા આવા વિચારો આવતા રહે છે.

તો જિંદગી શું છે ?

જિંદગી એટલે જિંદગી. એ તો ક્ષણોની બનેલી છે દરેક ક્ષણને માણી જાણે, જીવી જાણે, ઉત્સાહ, ઉમંગથી એજ જિંદગી નું મહત્વ સમજી શકે છે. ઘણી વાર વિચાર આવે જીવનમાં મજા નથી. તો પહેલો વિચાર એ કરવાનો કે મજા આવે એવું હું શું કરું. જિંદગી તો કહે છે તું મને વધાવ હું તારી સાથે હસવામાંગુ છું. જીવવામાંગુ છુ. તું ઉદાસ રહેશે તો હું ઉદાસ જ રહીશ. સમયની સાથે ઘણું બધું મનુષ્ય ના જીવનમાં બદલાતું રહે છે.

સંબંધો,પ્રેમ,મિત્રતા,લાગણીઓ,સંવેદના,જિંદગીમાં મહત્વ ના ભાગ છે. જિંદગી જીવવા માટે હોય છે. ઉપરવાળા એ આ જીવન જીવવા આપ્યું છે. આ જીવન ને આપણે બ્લેક એન્ડ વાઈટ નહિ પણ રંગીન બનાવવાની છે. જીવનમાં સુઃખ, દુઃખ તો આવતા જ રહેશે. સાથે સાથે જે ખરાબ સમયમાં જીવી જાણે એ જ જિંદગીની મજા માણી શકે છે. જિંદગી તો દરેક રસ્તે સવાલો કરશે આપણે એના જવાબો આપવાના હોય છે.


વિચારો જિંદગી એક સરખી હોત તો શું જીવન જીવવાની મજા હોત ? એક સરખું તો ભોજન પણ માણસ ને ફાવતું નથી તો જિંદગી ક્યાંથી ફાવે. જિંદગી એટલે પ્રેમ,જિંદગી એટલે દોસ્તી, જિંદગી એટલે સંબંધો,જિંદગી એટલે અનુભવો. જીવન છે સુઃખ, દુઃખ, નારાજગી, ગમા, અણગમા, આશા,નિરાશા, વહેમ, વેદના,લાગણી, સંવેદના આવું તો રહેશે જ. કદાચ આજ છે જિંદગી. આ બધાં નો સરવાળો એટલે જિંદગી. જિંદગીને ભરપૂર જીવો હંમેશા દિલ થી જીવો આનંદમાં રહો ખુશ રહો પોતાના લોકો ને પ્રેમ કરો. કાળજી કરો . જિંદગી ને દરેક ક્ષણે પ્રેમ કરો. જિંદગી પણ તમને પ્રેમ કરશે.


જે થયું હોય જીવનમાં જે ઘટનાઓ બની હોય સારી કે ખરાબ બની હોય, પણ જીવન નો આનંદ ઓછો ના થવા દો. કોઈ ફરિયાદ ના કરો. કોઈ નારાજગી ના રાખો. તમારા અંદરની પીડા, દર્દ,નારાજગી ને ખંખેરી નાખો ખુશ રહો મસ્ત રહો. જિંદગી પણ રાહ જોઈને સામે બેઠી છે તું હસતો રહે રમતો રહે તું ખુશ તો હું ખુશ. આખરે કહેવાય ને જીવન છે બોસ ચાલ્યા કરે. નક્કી કરો હું જિંદગીને ભરપૂર આનંદ પૂર્વક ઉત્સાહથી જીવીશ. મુસીબત આવશે તો હું ડરીશ નહિ. આગળ વધીશ અને જિંદગી ને સતત પ્રેમ કરતો રહીશ. જીવન જીવવા જેવું છે . હું જીવીશ પુરી નિષ્ઠા થી આજે જ અને હમણાં જ. જીવન તો સાવ સરળ અને સહજ છે.

એક લેખકે ઘણું સરસ કહ્યું છે કે જીવનના સંગ્રામમાં આવતી મુસીબતો સામેનીડરતાથી ટક્કર ઝીલતાં શીખવે એ જ સાચું જ્ઞાન છે. મિત્રો, જીવન સમય અને સંજોગો નું બનેલું છે. દરેક ક્ષણ મનુષ્ય ના સંજોગો સાથે જોડાયેલો રહે છે. સંજોગો સુખદ કે દુઃખદ હોય છે. આપણે જીવન ના દરેક રંગ ને રંગીન નજર થી જોવું જોઈએ.

એક દિવસ માણસ જિંદગી થી થાકીને સાધુ પાસે ગયો. એ કહે જીવનથી દુઃખી છુ. થાકી ગયો છો . મુસીબતો મારો પીછો છોડતી નથી. મારે આ બધી તકલીફોથી મુક્તિ જોઈએ છે. સાધુ એ કહ્યું ચોક્કસ હું માર્ગ બતાવીશ. સાધુ માણસને કહે તું શું કામ કરે છે માણસ કહે શિલ્પી છુ. સાધુ બોલ્યા તારી સમસ્યાનો ઉપાય તો તારા ઘરમાંજ છે. માણસ મુંજાયો ફરી સાધુ એ કહ્યું જો જયારે પથ્થર પર હથોડા માર્યા હતા નક્શી કામ કર્યું હતું જો પથ્થરો એ ના પાડી હોત તો ? હથોડા થી કે નક્શી કામથી સુંદર મૂર્તિનું સર્જન શક્ય થયું ના હોત. એટલે જીવનમાં મુસીબતો હથોડા નક્શી કામ જેવી છે. આપણા સારા માટે જ થતું હોય છે . જો સારી મૂર્તિ બનવું હોય તો જીવનમાં મુસીબતો, તકલીફો આવશે. ને સહન કરવા પડે . જિંદગીમાં આવનારી મુસીબતોથી જે વ્યક્તિ લડી જાણે છે એજ જીવનમાં ટકી જાણે છે.

જીવન ફંડા :- ભગવાન એ સૌથી સુંદર જો કંઈ આપ્યું હોય તો એ છે જીવન. કેવું જીવન જીવવું અંતે આપણે નક્કી કરવાનું હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational