Mehul Dusane

Others

2  

Mehul Dusane

Others

જિંદગીનું ચિંતન

જિંદગીનું ચિંતન

5 mins
3.4K


આમ નક્કામી નથી જિંદગી 

થોડી કામની પણ છે આ જિંદગી 

સરવાળો બાદબાકી સમજી લીધા છે 

આમ ગણિત જેવી નથી આ જિંદગી.

એક માણસ આખો દિવસ મહેનત કરી નોકરીથી ઘરે જાય છે. ઘરે જતા માણસ સાવ થાકેલો ગરીબ જેવો બની જાય છે. ઘરમાં દિકરો અને દીકરી રમત રમતા હોય છે. મસ્તી કરતા હોય છે. એવા સમયે એ માણસનું મગજ જાય છે ને એના સંતાનો પર ગુસ્સો કાઢે છે. ઘરમાં પત્નીએ બનાવેલું ભોજન ભાવતું નથી.

આખરે કંટાળીને એક દિવસ એ માણસ એક સંત પાસે જાય છે સંત ને કહે છે જીવનમાં મજા નથી ક્યાંય સુખ નથી. બહાર જેટલું સુખ શોધવા જાવ એટલો ક્યાંક ને ક્યાંક દુઃખી થાવ છું. દરેક લોકો પર ગમે ત્યારે ગુસ્સો કરું છું.

સંત બોલ્યા હું મારી અંતર દ્રષ્ટિ થી બધું જોઈ લીધું છે.

તારે એક સુંદર પત્ની છે જે તારું અને તારા પરિવારનું ધ્યાન રાખે છે. તારી કાળજી રાખે છે. તને ભગવાને સુંદર એક દિકરો અને એક દીકરી આપી છે. જે ઘણા બુદ્ધિશાળી છે. તારી આજ્ઞાનું પાલન કરે છે. સુખ જોઈએ એવું બધું તારા પાસે છે.

તું બહાર સુખની શોધ માં છે. સુખ બહાર નહીં એ તો તારી અંદર છે. તું એને બહાર શોધે છે.

તારે આટલો સુંદર પરિવાર છે. તું એમને પ્રેમ કર.

સમય પસાર કર. તું એક મોટા સુખની રાહ જોઈને બેઠો છે. જીવન તો નાની નાની ખુશીઓથી બનેલું છે.

તું દુઃખી છે એનું કારણ એ છે કે તું ભૂતકાળમાં જીવે છે. તને હંમેશા ગુમાવ્યાનો અફસોસ રહે છે.

તું હંમેશા ફરિયાદ કરે છે એટલે તું ખુશ નથી.

જીવન ને સુંદર રીતે જીવવું હોય તો તું આજમાં જીવ.

તું હંમેશા ભવિષ્યનો વિચાર કરે છે, ભવિષ્ય વિષે વિચારવું ખોટું નથી પરંતુ આજ એટલે કે વર્તમાનમા જીવવું એનો આનંદ માણવો વધારે અગત્યનું છે.

જા તારા દિકરો અને દીકરી ને પ્રેમ કર. પત્નીને પ્રેમ કર, ખુશ રહે. સુખ અને ખુશીઓ તારી આસપાસ છે.

મિત્રો, આવી થોડી ઘણી કહાની દરેકના કુટુંબમાં જોવા મળે છે.

ખુશી,આનંદ,જલસા,મજા,આ કઈ અગાઉથી આયોજિત નથી હોતા આ તો અચાનક આપણા બારણે ટકોર કરી ને આવે છે અને જીવન સુંદર બનાવે છે. પણ આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ? સુખ હોય એવું દરેક વસ્તુ આપણી આસપાસ જ હોય છે આમ તો કહેવાય છે આ પૃથ્વી પર દરેક ને સુખ,સફળતા જોઈએ છે. પણ આ સુખ કે સફળતા જતી રહેશે એની ચિંતામાં માણસ હંમેશા દુઃખી રહેતો હોય છે.

મિત્રો, સુખ તો પેલા આગિયા જેવું હોય છે અચાનક આવે છે અને દિલને સ્પર્શ કરે છે.

આપણે આજના સમય માં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને સુખનો અહેસાસ નથી હોતો.

માણસ હંમેશા પ્લાનિંગ મુજબ જિંદગી જીવતો હોય છે.

આટલા વાગે સૂવું, આટલા વાગે જાગવું,આટલા વાગે ખાવું, આટલા વાગે વાંચવું. આ બધા વચ્ચે માણસ જીવવાનું તો ભૂલી ગયો છે.

પરિવાર ,મિત્રો,સંબંધો,લાગણીઓ, માટે માણસ ને સમય નથી અને અંતે કહે છે કોઈ મારું નથી.

શું તું કોઈનો થયો છે?

કોઈ પ્રસંગ પૂરો થાય એટલે માણસ ને થાય ચલો શાંતિ એક કામ પૂરું થયું.

આમ તો બધા ના દિલમાં ઈચ્છાઓ હોય છે મારી વ્યક્તિ સાથે અહીંયા વેકેશન માણવા જવું છે.

દરિયાકિનારે મારી વ્યક્તિ સાથે ભીની માટીમાં ચાલવું છે. મુવી જોવા જવું છે. શોપિંગ કરવી છે.

ઘણી બધી ઈચ્છાઓ અને સપનાઓ માણસ જોતો હોય છે.

સપનાઓ અને ઈચ્છાઓને કયારે પેન્ડિંગ ના રાખો.

કારણકે સમય વીતી ગયા પછી દિલ પર ઘણું વીતતું હોય છે.

મિત્રો, ક્યારેક એકલા બેઠા હો તો પોતાની જાત સાથે ચિંતન કરો કે એવું જીવન માં શું કર્યું છે અને શું કરવાનું બાકી છે.

કોઈ નું તમે દિલ દુભાવ્યું હોય તો માફી માંગી લો.

કોઈએ તમારું દિલ દુભાવ્યું હોય તો માફ કરી દો.

માફી માંગવાથી કે માફી આપવાથી અંતે આપણું દિલ હળવું થઈ જાય છે. એવો વિચાર ના કરો કે એ મને માફ કરશે કે ના કરશે પણ તમે માફી માંગી લો.

ક્યારેક ઘણું જતું કરવાથી માણસ ઘણું બધું મેળવી લેતો હોય છે.

બીજું ચિંતન એ પણ કરવાનું કે હું વર્તમાનમાં કઈ રીતે જીવવું ?

જીવન તો ક્ષણો નું બનેલું છે. એની દરેક ક્ષણ માં મોજ છે. જો એ મોજ આનંદ ને આપણે જીવીએ તો.

ક્યારેક 4 કલાક પાર્ટી કરીએ તો મજા નથી આવતી પણ પેલું નાનકડું પતંગિયું 4 સેકેંડ માટે દિલ ખુશ કરી દે છે.

જીવન માં જે વિચાર્યું હોય એ સપના પુરા કરો.

મજા માટે ફરવા માટે જીવવા માટે કોઈ મોટું આયોજન ના કરો.

જે મન થાય તે કરો. કોઈ અફસોસ ના કરો.

કોઈ મોટા સુખ માટે નાની નાની ખુશીઓનો ત્યાગ ના કરો.

જીવન જીવવા ની મજા આ નાની નાની ખુશીઓથી જ આવશે.

જેમકે ભૂખ્યા ને જમાડો. ગરીબની મદદ કરો.

મિત્રો ને મળો. આનંદ કરો. પરિવાર સાથે સમય પસાર કરો. પરિવાર સાથે ફરવા જાઓ. બાળકો સાથે મસ્તી કરો. અંગત વ્યક્તિ ને ભેટ આપો. પ્રેમ કરો.

પ્રકૃતિ ની સુંદરતા ને નિહાળો. એને માણો મિત્રો જિંદગીને નજીકથી નિહાળી છે?

પ્રયત્ન કરી જુઓ અને કહો પોતાને મારુ જીવન કેવું છે. હું કઈ રીતે જિંદગીને જીવું છું.

સુખ સફળતા,ખુશીઓ,આનંદ જોઈએ તો આજે જ જિંદગી માં ફરિયાદને બાય બાય કહી દો.

ખુશ રહો.

પેલું કહેવાય ને જો હોગા દેખા જાયેગા.

આપણી જિંદગીમાં જે પણ આપણો હિસ્સો છે એની આપણે કાળજી રાખીએ.

આપણાથી બનતા દરેકના દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ.

ક્યારેક કોઈનું દુઃખ હળવું કરી ને જોજો. પોતાની પીઠ થબથબાવાનો મોકો મળશે.

એક સારા માણસ બનો. એવા માણસ કે તમને અને તમારા લોકોને ગર્વ થાય.

આપણે જાણીએ છીએ કે દુનિયા સારી નથી. લોકો સારા નથી. એ માટે આપણે આપણું સારાપણું ના ગુમાવવું જોઈએ.

મિત્રો, જીવનમાં અમુક કાર્ય તો એવા કરવા જોઈએ જેની ખબર માત્ર ઉપરવાળા ને જ હોય.

ક્યારેક આપણા પાસે કઈ હોતું નથી છતાં માણસ જો ધારે તો કોઈને હસાવી તો શકે છે.

જે હસાવી શકે એનાથી અમીર બીજો કોણ હોઈ શકે.  

કદાચ એટલેજ કોમડી શૉ, સિરિયલો વધારે વખાણાય છે.

ક્યારેક કોઈ ની લાગણી,દુઃખો નો ભાગ બનીએ. એ વ્યક્તિ ને થોડા શબ્દો નો સાથ આપીએ તો પણ એ પુણ્ય બરાબર  છે.

ક્યારેક કોઈને કઈ નથી જોઈતું હોતું બસ માત્ર એને આપણા થોડા શબ્દો જોઈતા હોય છે.

મિત્રો,જિંદગી તો ક્ષણોનો રોમાંચ છે.

આ સમયને અપનાવી લો. માણી લો. આનંદથી. ભરતી અને ઓટ એ માત્ર દરિયાનો નિયમ નથી. જિંદગીનો પણ આજ નિયમ છે.

સુખ દુઃખ તો જીવન માં આવતા અને જતા રહેશે.

જીવનને કેટલી ગંભીરતા થી કેટલી સરળતા થી 

કેટલા આનંદથી જીવીએ છીએ એ આપણે વિચારવું જોઈએ.

આજે જ જીવનનો સુંદર સમય છે 

હું એને જીવીશ.

મારી સામે આવતી મુસીબતોનો સામનો કરીશ.

હું હંમેશા ખુશ રહીશ. મારા લોકોને ખુશ રાખીશ.

જિંદગીને જીવવાનો પ્રત્યન કરીશ.

જીવન સુંદર છે.

જીવન ફંડા :- આપણા પાસે આપવા જેવું કંઈ ના હોય છતાં આપણે બીજાને ખુશીઓ તો આપી જ શકીએ છીએ.


Rate this content
Log in