NARESH JOSHI

Inspirational Others

3.3  

NARESH JOSHI

Inspirational Others

વાદીલો હજામ

વાદીલો હજામ

3 mins
3.2K


એક બ્રાહ્મણ હતો. તેની પડોશમાં એક હજામ રહેતો હતો. હજામને એક એવી ખરાબ ટેવ કે બ્રાહમણ જે કરે તે કરવું. જો બ્રાહ્મણ ટીલા ટપકા કરે તો હજામ પણ ટીલા ટપકા કરે. બ્રાહ્મણ નાહિ-ધોઈને પૂજા-પાઠ કરે તો હજામ પણ એવું જ કરે. હજામની નકલ કરવાની ટેવથી બ્રાહ્મણ કંટાળી ગયો. તેણે નક્કી કર્યું ગમે તેમ કરીને આ હજામને પાંસરો કરવો જ પડશે.

એટલામાં દિવાળીનો તહેવાર નજીક આવ્યો. એ વખતે પણ પેલો હજામ જેમ બ્રાહ્મણ કરે તેમ જ કરવા લાગ્યો. આ દિવાળીનો લાગ જોઈને બ્રહ્મને હજામને પાઠ ભણવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાની પાસે બોલાવી અને તેના કાનમાં એક યુક્તિ કહી. આજે રાત્રે હું તમને એમ કહીશ કે ‘આજે તો દિવાળી છે. બધાના નાક કાપવાના છે. એટલે કાલે નવા વરસમાં બધાને નવા નાક આવશે.’ બ્રાહ્મણી પત્ની આખી વાત સમજી ગઈ. તેણે કહ્યું સારું આપણે દરવર્ષે નવા નાકથી જ દિવાળી કરીએ છીએ. આ વર્ષે પણ મજા આવશે.

રાત્રે વાળું કર્યા પછી સુતા સુતા બ્રાહ્મણે યોજના મુજબ બ્રહ્માણીને કહ્યું, 'અલી સાંભળે છે કે, કાલે દિવાળી છે, એટલે આપણે નવા નાકે દિવાળી કરવાની છે. આજે રાતે બાર વાગે બધાના નાક કાપીશું. એટલે સવારે નવા નાક આવશે. માટે બધાતૈયાર થઈને રહેજો.’ બ્રાહ્મણીએ કહ્યું, ‘બહુ સારું અમે તો તૈયાર છીએ. નવા નાકે દિવાળી કરવાની મજા આવશે.' આમ બંને જણા જોરથી આ વાતો કરવા લાગ્યા. પેલા હજામને સંભળાવવા માટે અને હજામ સાંભળી પણ ગયા.

હજામે પણ એમ જ કરવાનું નક્કી કર્યું. આપણે પણ બ્રાહ્મણની જેમ નક્કી કરીશું. બ્રાહ્મણને કંઈ આપણા જેવું નાક કાપતા થોડું આવડે.એટલે બીજા દિવસે આપણા નાક બધા કરતાં સુંદર હશે. પછી રાત પડી બધા સુઈ ગયા. બાર વગયનો સમય થયો. એટલે બ્રાહ્મણે બ્રાહ્મણીને જગાડી. ‘એલી આમ આવ બાર વાગી ગયા. લાવ તારું નાક કાપી લઉં.’ બ્રાહ્મણી પણ બોલી, ‘એ આ આવી લ્યો કાપી લો ઝટ નાક.’ પછી બ્રાહ્મણી નાક કપાયું હોય તેમ ઓ .. મા... ઓ...મા... કરીને બુમો પાડવા લાગી. બ્રાહ્મણે કહ્યું, ‘રડીશ નહિ લે આ પાટો બાંધી દે. સવારે નવું નાક આવી જશે.’ આમ યુક્તિ કરી બ્રાહ્મણે પોતાના પરિવારના બધાના નાક કાપ્યા હોય તેવો ડોળ કર્યો.

બાજુમાં હજામ આ બધું સાંભળતા હતા. હવે તે પણ પોતાના પરિવારના નાક કાપવા તૈયાર થયાં. હજામે નવો સજાવેલો અસ્ત્રો કાઢ્યો. ધીમે રહીને પોતાની પત્ની પાસે જઈને દફ દઈને પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું. હજામની પત્ની તો પીડાથી ચીસ પાડી ઉઠી. પણ હજામે તેને સમજાવ્યું ‘લે આ પાટો બંધીને સુઈ જા. કાલે નવું નાક આવી જશે, બાજુમાં બ્રાહ્મણે પણ એવું જ કર્યું છે.’ પછી હજામે પોતાનું નાક પણ કાપી નાખ્યું અને બધા સુઈ ગયા.

પછી સવાર પડી એટલે બ્રાહ્મણે ઘરના બધા લોકોને પૂછ્યું કોને કોને નવા નાક આવ્યા છે. તો બધાએ કહ્યું, ‘હા અમારે બધાને નવા નાક આવ્યા છે. બીજી બાજુ હજામે પોતાના પરિવારની સંભાળ લીધી પણ કોઈને નવા નાક આવ્યા ના હતા. તે વિચારમાં પડી ગયો કે કદાચ આપણે બ્રાહ્મણ કરતાં મોડા નાક કાપ્યા હતા, એટલે આપણે નવા નાક મોડા આવશે. વળી બ્રાહ્મણ કરતાં સારા નાક આવવાના છે એટલે વાર તો લાગે જ ને !

હજામ તો નવા નાકની રાહ જોઈને બેસી રહ્યા, પણ એમ કંઈ નવા નાક આવે ખરા ! માટે જ કહ્યું છે કે કોઈનું આંધળું અનુકરણ ન કરવું. પણ પોતાની બુદ્ધિથી જ નિર્ણય લેવો.


Rate this content
Log in

More gujarati story from NARESH JOSHI

Similar gujarati story from Inspirational