Ashok Patel

Romance

4.5  

Ashok Patel

Romance

તું અને હું, મારી ડાયરીના પાને

તું અને હું, મારી ડાયરીના પાને

2 mins
7.4K


Hi KisMis,

છેલ્લા કેટલાક મહિનામાં ઘણું બઘું બની ગયું છે. તારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિતાવેલ પળે-પળોથી વણાયેલ મારા વિચારોને ક્યાંક તારા સુઘી પહોંચાડ​વા, એ પણ તારી સમક્ષ આવ્યા વગર, મારી ડાયરીમાં ટાંકી દીઘા છે. પણ એ થોડી ના તું વાંચ​વા આવ​વાની હતી. બસ એટલે જ, મનમાં પરોવાયેલી વાતો, ડાયરીમાં ઉતારેલી યાદો... માત્ર તારા માટે...

For you my love,

For you KisMis...

તું અને હું, મારી ડાયરીના પાને...

વાત એમ હતી કે હું બેઠો હતો મારા રૂમમાં, મારા બેડ ઉપર. સ​વારના ૬:૩૦ વાગ્યા અને Movie છેક હ​વે પત્યું છે. છતાં મને ઊંઘ નથી આવી રહી. કેમ​? હા એમ​. એમ શું? એમ બીજું કાંઈ ન​ઈ પણ, હા એ જ​. એમ​, આ, બીજું, શું કરતો હતો? હું રાહ જોતો હતો. અને એ શેની? તારા ફોનની... પેલી વાત થ​ઈ હતી ને તારી અને મારી. અરે હમણાં જ આ Movie જોતા પહેલાં જે આપણી ફોન પર વાત ચાલુ હતી અને તે કહ્યું, "બસ​, મૂક તું ફોન હ​વે. હું સાંજે ફોન કરીશ ને." હા, હું એ જ ફોનની વાત કરું છું. હું એની જ રાહ જોવું છું. જોને આખી રાત જાગ્યા પછી પણ જરાય ઊંઘ નથી મને. તને તો ખબર જ છે ને કાલે મારી Exam હતી. છતાં, સહેજ પણ થાક નથી. હજું હું ફ્રેશ જ ફિલ કરું છું. અને એનું કારણ..તારી અને મારી વાતોની મીઠી અસર​. તને ખબર છે હું ઘણી વાર વિચારતો હોઉં છું, શું તું આવું કાંઈ વિચારતી પણ હોઈશ? કે ક્યારેય જાતે પણ આવો વિચાર આવતો હશે કે તને! કે તારા બસ એકવાર પણ કહ્યાથી, કોઇ તારી વાટ જોઈને બેસે છે. તારા માટે રાતોની રાત જાગે છે. સવારના "ક્લાસ", રાત​ની "જોબ​", અને આખા દિવસના બીજા કામ, બઘું જ બાજું માં મૂકી તારા Schedule પ્રમાણે ટાઈમ​ મેનેજમેન્ટ કરે છે. કેમ કરે છે? અરે અરે.. ઊભી રેહ​, પત્યું નથી. આ તો છે જ પણ બધું ભુલાવી ક્યારેક ફોન પકડીને તો ક્યારેક વોટ્સ​એપ​ ની ચેટસ્ક્રીન​ ખોલી ને બેસે છે. કેમ​? બસ એટલે જ કે ક્યારે તું ઓનલાઈન​ આવે. એવું નથી કે તને ફોન નથી કરી શક્તો, પણ​, તને Disturb કરવા નથી માંગતો. ખબર જ છે ને મને કે કેટલી Favorite છે તને ઊંઘ​. એટલે જ એને તોડ​વા નથી માંગતો. અને વાટ જોવું છું. હું તો તારા ફોનની રાહ જોવું છું. કે તું, ફોન કરીશ મને... કરીશ ને?!!...


Rate this content
Log in

Similar gujarati story from Romance