Nagin Vankar

Inspirational Others

2  

Nagin Vankar

Inspirational Others

ટફન ગ્લાસ

ટફન ગ્લાસ

1 min
7.6K


બી.કોમના ત્રીજા વર્ષમાં આવેલી સુશીએ આજે કોલેજ જવાનું ટાળ્યુ. મમ્મી બે ત્રણ પ્રશ્નો પૂછી એનાં કામમાં લાગી ગઈ. ‘હશે… કંઈ સારૂ નહી લાગતુ હોય, આમેય કોલેજમા જાય કે ના જાય શું ફેર પડે, હજી પરીક્ષાને તો વાર છે’

પોતાના ઓરડામાં બેસીને એ વાંચવાનો દેખાવ કરતી હતી. પણ હાથની આંગળિઓ વારંવાર ચોપડી વચ્ચે રાખેલા મોબાઈલના તૂટેલા સ્ક્રિનને પંપાળતી હતી. સ્વીચ ઑન કરે તો કંઈ જ દેખાતુ ન હતુ, માત્ર કંઈ લખીને છેકી નાખ્યુ હોય એવી આડી અવળી રેખાઓ ચમકતી હતી ! આ મોબાઈલ એને ખૂબ જ ગમતો હતો, બિકૉઝ મમ્મીએ એના બચાવેલા પૈસામાંથી ગઈ બર્થ ડે પર પપ્પાની ઘણી ના છતા અપાવ્યો હતો.

‘સૉરી ... મમ્મી !’ એ મનમાં જ બોલી.. મોબાઈલને પણ સૉરી કહેવાનું મન થઈ આવ્યુ. કેટલું બધુ તૂટી ગયુ પછી છેલ્લે આ ડિસપ્લે તૂટી !

‘મમ્મી ઓ મમ્મી !’ની બૂમો પાડતો બારમા ધોરણમાં ભણતો નાનો ભાઈ તોફાનની જેમ ઘરમાં ધસી આવ્યો.

‘જો મમ્મી ..હું મોબાઈલ પર ટફન ગ્લાસ લગાવી આવ્યો.. તૂટે તો કાચ તૂટે પણ મોબાઈલને કંઈ ન થાય..’ પછી આગળ ઉમેરતા કહ્યુ : ‘ દીદીને પણ કહી દેજે ’

“ટફન ગ્લાસ“ એ શબ્દ સુશીના મનમાં કેટલીય વાર સુધી પડઘાતો રહ્યો. એણે આંખો મીંચી દીધી. આંસુઓ રેલાઈને હોઠ સુધી આવી ગયા. એ મનોમન બોલી ઉઠી ‘ભૂલ થઈ ગઈ મારી..ભઈલા ! એણે મોબાઈલ હળવેથી બાજુ પર મૂકી ચોપડી હાથમાં લીધી.


Rate this content
Log in

More gujarati story from Nagin Vankar

Similar gujarati story from Inspirational