STORYMIRROR

JITENDRA TANK

Inspirational

4.8  

JITENDRA TANK

Inspirational

સોહામણી નિર્મલા

સોહામણી નિર્મલા

3 mins
281


આશરે ચાલીસ વર્ષ પહેલાં એક નિખાલસ અને સોહામણી આશરે સોળ વર્ષની નિર્મલા બનાસ કિનારે ડીસા તરફ ઊભી હતી. તેની પાસે બાજરીનું દયણું હતું. કંઈક વાગ્યું હોવાથી પગની આંગળીએ ચીંથરાનો પાટો વીંટેલો હતો. નિર્મલાને માલગઢ તરફ જવું હતુંં પણ બનાસ નદીમાં ત્યારે નિર્મળ નીર વહેતા હતાં. નિર્મલાને એમ કે હમણાં કોઈક સંગાથ મળશે એમ વિચારતી તે કોઈક ઓળખીતા ચહેરાની આશાએ આજુબાજુ દૂર દૂર સુધી નજર કરી રહી હતી પણ થોડી વારમાં જ તેની બધી આશા પર પાણી ફરી વળ્યું. એક ખલનાયક અને ગુંડા જેવો લાગતો કાળો ભમર માનવદેહ તેના તરફ બદ ઈરાદાથી ધસી રહ્યો હતો. નિર્મલા વિચારવા લાગી હે ભગવાન,આ સ્વપ્ન છે કે શું ? ત્યાં સુધીમાં તો સ્વપ્ન હકીકત બનીને નિર્મલા સન્મુખ ઊભું હતુંં ! પેલા મવાલીએ નિર્મલાને કહ્યું ચાલ,મારી સાથે તને મોજ કરાવું એમ કહીને તેનો હાથ પકડ્યો. બિચારી નિર્મલા તે લુખ્ખાના સકંજામાંથી છૂટવા કાલાવાલા કરવા લાગી. આખરે રડવા લાગી પણ બદદાનતખોર નિર્મલાને છોડવા તૈયાર ન હતો !

નિર્મલાએ પિતા તુંલ્ય ભગવાનને પણ યાદ કર્યા ભગવાન તો ન આવ્યા પણ ભગવાને તેમના મિત્ર સમાન દૂતને સત્વરે મોકલ્યો ! એ દૂત હતો ગામનો જ માણસ પણ સિદ્ધાંતો ખાતર. . . આબરૂ બચાવવા સ્વ પ્રાણની આહૂતિ પણ આપી દે તેવો મરજીવો ! નામ અનુસાર બહાદુરી અને કાયા સુકલકડી હોવા છતાં તેના જેવી જીગરનો જોટો ગામમાં ક્યાંય જડે નહિ ! એમ પણ ગમે તેવી લડાયક કોમ હોય. . . સત્ય કાજે ક્યાંય પાછો ન પડે ! આજે મોકો હતો કાંડાનું કૌવત દેખાડવાનો. . . હૈયાની હામ રજૂ કરવાનો. . ગામની પરંતું તે જ સમયે પોતાની માની લીધેલી દ્રૌપદી જેવી દીકરીની લાજ બચાવવાનો ! જો પેલો અસુર દીકરીનું શિયળ લૂંટે તો મરજીવો નામ શું ક

ામનું ? પેલા દુષ્ટ પાસે ધારદાર, મજબૂત અને મોટી છરી હતી જ્યારે મરજીવો વાણીયા જેવો પણ કોઈ અલગ જ માટીનો બનેલ હતો. દીકરીનો હાથ ઝાલીને ઉભેલા કાળમુખા લુખ્ખાને મરજીવાએ પડકાર્યો. . . એય ભડવા, છોડી દે મારા ગામની આ છોડીને નહિતર મારુ નામ મરજીવો ! સામે ભારેખમ કાયાધારી ગુંડો પણ જેમતેમ નહતો. તેના હાથમાં છરી હોવાથી તેનો પાવર કંઈક અલગ જ હતો. એટલે મરજીવા સામે છરી ધરીને કહે, ખબર પડે છે આને શું કહેવાય ! ત્યાં તો મરજીવાએ મન મૂકીને લુખ્ખાની છાતી પર ફેંટનો જોરદાર પ્રહાર કર્યો. તેના હાથમાંથી છરી પડી ગઈ અને લુખ્ખો ભોંય પર પડી ગયો. હવે દાવ મરજીવાનો હતો. છરીએ હસતાંતર કર્યું હતુંં. અને મરજીવો લુખ્ખાની છાતી પર બેસીને થાય એટલા મુકકાનો સતત અને સખત પ્રહાર કરી રહ્યો હતો. લુખ્ખો અને મરજીવો બંને થાકી ગયા હતાં ફરક એટલો જ હતો કે લુખ્ખો માર ખાઈ ખાઈને કાયદેસર થાકી ગયો હતો જ્યારે મરજીવો મુક્કા મારી મારીને થાકી ગયો હતો ! હવે પેલા અસુરે શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને નિર્મલા આ જોઈને પ્રભુને પ્રાર્થના કરતી કરતી ચોધાર આંસુએ રડી રહી હતી કે હે ભગવાન,તારો મોકલેલ દૂત શારીરિક મજબૂત ન હોવા છતાં તુંં તેની પાસે કેવો અજબ ખેલ ખેલાવી રહ્યો છે ! હે કરુણા નિધાન. . . તારી લીલા અપરંપાર છે ! અને મરજીવાએ પેલા ખલનાયકને ઘાયલ હાલતમાં છોડ્યો અને ઉપરથી ધમકી આપી કે ક્યાંય સામે ન મળતો નહિતર યાદ રાખજે મારું નામ મરજીવો !  નિર્મલાની લાજ બચી. . . લુખ્ખાની બદદાનત સફળ થઈ નહિં અને મરજીવાએ નિર્મલાને લઈને બનાસ પાર કરી ગામ તરફ પ્રયાણ કર્યું ! ધન્ય છે એવા ધરતી પર વસતા મક્કમ મનના મરજીવાને અને ધન્ય છે એની જનેતાને જેણે મરજીવાનો જન્મ આપી તેની કોખ ઉજાળી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational