સંઘર્ષની વાસ્તવિકતા
સંઘર્ષની વાસ્તવિકતા


મેં ઘણું બધું સાંભળ્યું છે સંઘર્ષ વિશે,
અમુક આદતો થોડાક સમય કે થોડી વાર માટે મૂકીએ પણ ગમે તેટલો પ્રયાસ કરીએ યાદ તો આવી જ જાય.
સિદ્ધિ , ધ્યેય આ બઘું લઈ ને દરજ્જો તો બને, કોણ કેટલું યાદ રાખવાનું સમય જતાં અંતે ભૂલી જ જાશેને. હા,ખબર નહીં મને અમર નામ જ નહીં ગમતું, કારણ સમયે જ શીખવ્યું વૃક્ષએ પણ કયારેક તો ધરાશાયી બનીને અસ્તિત્વ પર કયા આધાર રાખે, તેમ છતાં તે ઘણા બધાંને ઘણું બઘું આપે છે. વાહ રે માનવી, એક ક્ષણ પણ નકકી નથી કયારે શું થવાનું ! લોકો યાદો અને વાતો પણ ભૂલી જાય છે, અને સંઘર્ષ કરે છે !
અત્યારે સરખામણીને મોટાં ભાગનાં લોકો કહે છે એટલે જ સ્પર્ધા પ્રમાણે દરેક વ્યક્તિ કંઈક કરવા માગે છે, પણ એમને પોતાને જ ખબર નથી કે શું કરવા માંગે છે. જેમાં એમણે આ કર્યું, હું પણ આમાં સફળ જ જઈશ. બધાંને તક મળતી જ હોય, ફેંસલો તક પર આધારિત હોય એવું જરૂરી નથી, જે આપણી પાસે છે તે ઘણાં પાસે નથી. બને તેટલી કોશિશ થાય તો પણ સારો બદલાવ લાવી શકાય સંઘર્ષને લીધે સંબંધો અલગ જ મોડ પર જાય છે સંઘર્ષ કરો જૂનું ભૂલવા જેવું હોય તે ભૂલી આગળ વધવાની એ ખુશી જે બધાનાં ચહેરાં પર લાવી શકાય એ વાત, જે યાદ આવતાં જ ચિંતા દૂર ચાલી જાય એજ ખરી રીતે આપણું સંઘર્ષ કહી શકાય.