વસંતનાં વંટોળ પાનખરમાં
વસંતનાં વંટોળ પાનખરમાં
"વસંતોત્સવ"
મને આ ઋતુ પ્રત્યે અત્યંત પ્રેમ છે. આમ તો આ ઋતુનું આગમન સાથે જ એવા કવિઓને લખવાનું મન થાય કે જે રંગ અને ઉમંગ વસંતનો આનંદ પોતાનાં મનથી લઇ રહ્યાં હોય. પાનખર ઋતુનો શરૂઆતનો સમય,વસંતનું આગમન ને એમાંય ખાસ કરીને હોળીનો તહેવાર. . .
હોળી વિશેની કહાની આમ તો મોટાં ભાગનાં લોકો જાણતાં જ હશે,આ ઋતુમાં ફાગણ મહીનાંની પણ શરૂઆત થાય છે અને સાથે જ ઉનાળો લઈ આવે છે,જેથી આપણી અંદર રહેલી ગરમી બહાર નીકળે છે અને બે ક્ષણ માટે ઠંડક અનુભવીને હાશકારો થાય છે. હોળીમાં ખાસ કરીને તે દિવસે સાંજે હોળી પ્રગટે છે,લાકડાં અને છાણાંને એકઠાં કરી,લોકો ભેગાં થઈને અગ્નિની સાક્ષીએ; મમરાં,ધાણી અને શ્રીફળ લઈને હોળીની પૂજા -પ્રદક્ષિણા કરે છે. હોળીને લોકો "હુતાસણી" પણ કહે છે. બીજા દિવસે એટલે કે ધૂળેટીનાં દિવસે રંગબેરંગી ફૂગ્ગાઓ,કેસરી કેસૂડાંનાં ફૂલો અને રંગોથી હર્ષ અને ઉલ્લાસની સાથે મતભેદ ભૂલી એકબીજાને રંગે રંગાઈ આ દિવસ ઉજવે છે.
હોળીની વાત ટૂંક માં કહીએ તો પ્રહલાદ અને હોલિકાની વાત તો જાણીતી જ છે. આમ તો આ દિવસ "હોલિકાદહન" નામે ઓળખાય છે અને બીજે દિવસે ધૂળેટી અને વસંતઋતુ એટલે શિશિરઋતુ પછીની ઋતુ. આ ઋતુનાં દિવસોમાં પ્રકૃતિની ચારેય બાજુ વસંતનો વૈભવ જોવા મળે છે, ત્યારે કહેવાનું મન થાય છે કે
"હોઠ હસે આ ફાગણ માસે,
વસંતનાં વાયરા છુટે આંખ ઉઘાડી,
ત્યાં તમે દેખાયા રંગે ચીતર્યા સૌએ,
પણ એ રંગે કયાંક ખૂટે,
મોસમ તારો કેવો પ્રભાવ,
મુજને કર્યો રંગે મલાલ,
રંગે કર્યા કેવા હાલ!
સૌ કોઈ પૂછે અલગ સવાલ. . .
વસંતઋતુમાં ઘણા પોતાની સાથે પહેલાં જે બનાવ બન્યાં હોય એ યાદો યાદ કરતાં હોય છે, ત્યારે ફાગણનાં રંગ વસંતની વાતનાં વિહારથી આવે અને ઘણાં બધાંને ગોકુલ-વૃંદાવન યાદ આવી જાય,આ તહેવાર ને "રંગોત્સવ" પણ કહી શકાય. રંગબેરંગી રંગે રંગાઈ જવા બાળકોથી લઇ અનેક લોકો જે આ તહેવારમાં મન ભરીને તરબોળ થવા ઈચ્છતાં હોય,તે તમામ બીજું બધું ભૂલી વસંતની ધીમી-ધીમી લહેરમાં બે ક્ષણ માટે વિહાર કરતાં હોય. ઉપર આકાશમાં પણ વાદળો વિખરાઈને છુટ્ટાં પડયાં હોય,સાંજે પવન પણ આપણી સાથે ધીમો ધીમો ચાલતો હોય અને રાત્રે ચકોર ચાંદ સામે સહેજ નજર કરતાં ચારિત્ર્યનું ચિત્ર પોતાની જ સામે સ્પષ્ટ આવી જાય.