Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Inspirational Others

3  

સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Inspirational Others

"સ્નેહ , સારવાર અને ચમત્કાર"

"સ્નેહ , સારવાર અને ચમત્કાર"

7 mins
561


સૂર્ય આથમતો હતો. ત્યાં જ ગાયોનું ધણ પોતાના ગમાણમાં જઈ રહ્યું હતું, ખેડુતો ઘરે જતાં હતાં. ચકલીઓ પોતાના માળામાં જઈ રહી હતી. પ્રકૃતિની સૌંદર્યતા ધરાવતું પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના હાઇવે, પર સંધ્યાકાળનાં સમયે એક ગાડી મહેસાણા જવાં નીકળી. ખૂબ જ ઝડપની ગતિએ કાર દોડી રહી હતી. "


કારમાં બેઠેલા લક્ષ્મણભાઇનો ચહેરો ચોરસ હતો. સૂર્યનાં તડકામાં તેમની ચામડી ઘઉંવર્ણી થઈ ગઈ હતી. તેમની ઊંચાઈ આશરે છ ફૂટ હતી. અંગ પર આછા વાદળી રંગની સફારી પહેરી હતી. તેમનું વ્યક્તિત્વ રૂઆબદાર, પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી. લક્ષ્મણભાઇની પત્ની વર્ષાબહેન પણ દેખાવે ઘઉંવર્ણ હતાં. અંગ પર આછા બદામી રંગની સાડી પહેરી હતી. તે ખૂબ જ રડી રહ્યાં હતાં. તેમનો આ સફર મહેસાણામાં આવેલું કડી ગામ જ્યા બંને દંપતીઓ જઈ રહ્યાં હતાં. તે શ્રીમંતવર્ગનાં હતાં. લક્ષ્મણભાઇ અને વર્ષાબહેન જ્યારે ઘરે એટલે કે ચાણસ્મા હતાં, ત્યારે તેમને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.


નિમિષ : 'હેલો !, તમે હેમલનાં માતા-પિતા છો ?'

લક્ષ્મણભાઇ : 'હા ! તમે કોણ ?'

નિમિષ : 'હું હેમલનો મિત્ર નિમિષ બોલું છું. હેમલ અહીં કડીમાં છે, તમે ઝટ આવો. '

એજ ક્ષણેથી બંને દંપતીઓ ઘરેથી હાંફતા-હાંફતા, ગાડી લઈને પોતાના દિકરાને શોધવા નીકળી પડ્યાં છે. "


વર્ષાબહેન : 'ગાડી જલ્દીથી હાંકો, મારો દીકરો કેવી હાલતમાં હશે, ક્યાં હશે ?'

લક્ષ્મણભાઇ : 'અરે ! વર્ષા શાંતિ રાખ ઝટ પહોંચી જશું, અને તારા કાળિયા ઠાકરને પ્રાર્થના કર કે, આપણો લાલો હેમખેમ હોય.

વર્ષાબહેન : ( રડતાં સ્વરે બોલ્યાં ) "હે, મારા કાળિયા ઠાકર મેં તારી ખૂબ ભક્તિ કરી છે, અને આજે પહેલીવાર કાંઈક માંગુ છું, ધન-દોલત બધું જ છે. પણ, મારો દિકરો ક્યાં છે, તેની રક્ષા કરજે, મારા નાથ !" 

લક્ષ્મણભાઇ : ( દુઃખો ભુલાવા માટે વાત વાળતાં )"અરે !વર્ષા તને યાદ છે, લાલાનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો હતો, અને લાલાને લાગ્યું કે, આપણે એનો જન્મદિવસ ભૂલી ગયાં છે. આપણે એને સરપ્રાઈઝ આપ્યું હતું. "

વર્ષાબહેન : 'હા. . . મેં મારા હાથેથી જ એની ફેવરીટ ચોકલેટ કેક બનાવી હતી. સાચે શું એ પળો હતી નહીં ?'

લક્ષ્મણભાઇ : 'હા'. . .

વર્ષાબહેન :'મારા લાલાએ તો સ્કૂલનાં પહેલાં દિવસે જ ટીચરને ખૂબ હેરાન કરી હતી. '

લક્ષ્મણભાઇ : 'હા. . . સાચું કહ્યું, આપણો લાલો બહુ મસ્તી-ખોર અને તોફાની હતો. '

વર્ષાબહેન : 'તમને એ યાદ છે, જ્યારે આપણો લાલો લગ્નગ્રંથિથી જોડાવા માટેની પરવાનગી લેવા આવ્યો અને તે ભોંઠો પડ્યો.'

લક્ષ્મણભાઇ : 'હા. . . , ત્યારે તેનું મોંઢું જોવા જેવું હતું. '

વર્ષાબહેન : 'હા, પણ આ ભગવાને મારા લાલને કેવી પરિસ્થિતિમાં લાવી દીધો. ' 


બંને દંપતિઓ સંધ્યાકાળનાં છ વાગ્યે, નીકળ્યાં હતાં, વાતોમાં ને વાતોમાં ખૂબ જ ઝડપથી રસ્તો પસાર થઈ રહ્યોં હતો. તે લોકો સવા આંઠે કલાકે કડીથી દૂર હાઈવે પર પહોંચ્યા હતાં, ત્યાં જ તેમની કાર બગડી ગઈ, ખૂબ જ ગાઢ અંધારી રાત થઈ ગઈ હતી. તો પણ ચંદ્રનો ઝાંખો અજવાસ પડી રહ્યો હતો, એટલે ઝાંખું દેખાતું હતું. થોડીવાર બેઠા અને સામેથી કોઈક વ્યક્તિ દેખાણો. લક્ષ્મણભાઇ લાગ્યું કે, તે આપણી પાસે જ આવે છે. લગભગ 2-3 મીટર જેટલો જ રસ્તો હશે, અને તે સામેવાળા વ્યક્તિએ પૂછ્યું, શું તમે હેમલનાં માતાપિતા છો ? 'મારુ નામ નિમિષ ભટ્ટ છે, હું હેમલનો મિત્ર છું. '

"લક્ષ્મણભાઇ બોલ્યાં", 'હા. . . અમે હેમલનાં માતાપિતા છીએ, તમે જ ફોન કર્યો હતો ને. '

"નિમિષ ધીમા સ્વરે", ' હા. . '

વર્ષાબહેન : 'ક્યાં છે મારો લાલ ?'

નિમિષ : 'એ હમણાં હેમખેમ મારા ઘરે છે. પણ એને થયું છે, શું? આમ, કેમ ગાંડાવેળા કરે છે. '

વર્ષાબહેન :( રડતાં સ્વરે ) 'શું કહું બેટા !'

લક્ષ્મણભાઈ : ( સાંત્વના આપતાં ) 'બધું બરાબર થઈ જશે, ચિંતા ન કર. '

લક્ષ્મણભાઇ : (બેટા છ મહિના પહેલાં) 


( 'બેટા ! ભૂતકાળમાં એટલે કે છ મહીના પહેલાં ' )

હેમલ ભણવામાં ખૂબ હોશિયાર હતો. અને તેના માતાપિતાએ ખૂબ મહેનત કરીને ભણાવ્યો, તેનાં પાછળ ખૂબ ખર્ચો કર્યો. ક્યાંય પણ જો અકાઉન્ટનો કોઈ પણ જાતનો પ્રોબ્લમ થાય તો તે સોલ કરી દે, અને તેને એચડીએફસી બેન્કમાં નોકરી મળી, અને એક વર્ષનું સાડા બાર કરોડ તેને પકેજ મળ્યું, અને લક્ષ્મણભાઇ પણ મહિને પચીસ-ત્રીસ હજાર કમાઈ લેતાં. " 

હેમલને એક દિવસ વિચાર આવ્યો કે , મારા પપ્પા આખી જિંદગી કમાયા ન હોય એટલું હુંએ એક વર્ષમાં કમાઈ લીધું. ઘમંડનો એવો ફુગ્ગો ફૂટ્યો કે, મગજમાં ભરાઈ ગયો, પપ્પા આખી જિંદગી નથી કમાયા એટલું, હું એક વર્ષમાં કમાઉ છું. મમ્મીએ શું કર્યું મારા માટે હું મારા પગ પર ઉભો થયો છું, હું કેટલો આગળ છું, બધા મિત્રો સાથે પોતાની તુલના કરવાં લાગ્યો.


ચાર-પાંચ વર્ષ થઈ ગયા નોકરી મળી ત્યારથી ખૂબ ધનિક થઈ ગયો. છ મહિના નહોતાં થયા હેમલે એક હેમાલી નામની છોકરીથી લવમેરેજ કરી લીધાં. હેમલ વધુ સમય પોતાની પત્ની સાથે જ વિતાવે, આટલાં વર્ષો થઈ ગયાં, પણ તેની મા સાથે એક શબ્દથી વધુ વાત ન કરે, તેના પિતાને તો શું તેની માને પણ પગે ન લાગે. હેમલ અને તેની પત્ની બીજા ઘરમાં રહેવા જાય છે. હેમલ ઓફિસમાં મોટા વ્યક્તિઓ સાથે વાતો કરે અને સમજે હું કેટલો મોટો છું, બીજાને એ પછાત ગણતો.


( એક ગાઢ રાતે 2 વાગ્યે ફોન આવે છે. )

હેમલ : 'હેલો !' 

વર્ષાબહેન : 'હેલો ! બેટા. '

હેમલ : 'અરે મા શું કામ ફોન કર્યો , મારી ઊંઘ બગાડી. '

વર્ષાબહેન : 'બેટા આજે તારો બર્થડે છે, હેપ્પી બર્થડે !'

હેમલ :'અરે માં હું કાંઈ નાનો બચલો નથી કે, તું મને ફોન કરીને હેપ્પી બર્થડે કહે છે, શું મા આ ગાંડાવેળા કરે છે. '

(વર્ષાબહેન રડવા લાગે છે.)

લક્ષ્મણભાઈ : હેલો ! બેટા હા તે સાચું કહ્યું આ તારી મા પણ ગાંડાવેળા કરે છે, અને તને હેરાન કરે છે.

'બેટા જ્યારે તું આ દુનિયામાં આવવાનો હતો ત્યારે ડોકટરે કહ્યું, ઓપરેશન કરાવુ પડશે પણ તારી મા એકની બે ન થઈ. '

ડૉકટર : 'અરે બેન હું જમવા જઉં છું, લાવો ઓપરેશન કરી દઉં. '

વર્ષાબહેન : 'ના ડોક્ટર નોર્મલ ડિલિવરી જ કરાવીશ, ભલે ગમે તેટલી પીડા સહન કરવી પડે. '

ડોકટર :"હેલો ! લક્ષ્મણભાઇ તમારી પત્નીને કૃષ્ણ જેવો લાલ થયો છે, બધાઈ હો !" 

લક્ષ્મણભાઈ : 'શું વાત કરો છો, ડોક્ટર. આપનો આભાર !' 

'આ વાત સાંભળીને હેમલ ખૂબ રડવા લાગ્યો, અને માને સોરી કહ્યું. '


સવાર થતાં જ એ તેના ઘરે આવ્યો, અને તેની માંને ફરીથી માફી માંગવા લાગ્યો.

હેમલ : 'મામને માફ કરી દે. '

વર્ષાબહેન : 'અરે બેટા આપણા વચ્ચે કાંઈ માફી ન હોય તું તો મારો લાલ છે.


હજુ પણ પૈસાનો ઘમંડ હતો. એક દિવસ તેના માથામાં દુઃખાવો થયો. ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. અને ખબર પડે છે કે, માથાંમાં કેન્સરની ગાંઠ થઈ છે. ત્યારે હેમલનાં ઘમંડનો ફુગ્ગો ફૂટી જાય છે. શું થયું મને, મને કંઈ જ ન થઈ શકે એવી ભાવના ધરાવતો હેમલ ટૂટી પડે છે. અને એમની પત્ની છ મહિના લગ્નનાં થયા છે, વિચારે છે કે, જો હજી પણ આમની સાથે રહીશ તો આખી જિંદગી વિધવા થઈને રહેવું પડશે. હજુ તો હેમલ આઈસીયુમાં હોય છે કે, ડાયવોર્સના પેપર પર સહી કરવી પડે છે, અને ડાયવોર્સ આપે છે. અને હેમાલી જતી રહે છે. હવે સાચી કુદરતની કરામત શરૂ થાય છે. ' 


વર્ષાબહેનને ક્યાંરે પણ કદી હેમલે પૂછ્યું નથી, આટલા વર્ષ થયાં પણ, કયારેય મા નથી કહ્યું, પણ મા વિચારતી નથી કે છેલ્લા વર્ષોથી હેમલનો મારા પ્રત્યે કેવો વ્યવહાર છે. એકવાર શાંતિથી વાત નથી કરી, કેટલીય વાર મને સમાજ વચ્ચે, ફેમિલી વચ્ચે, સોસાયટી વચ્ચે કેટલીવાર કહી દીધું છે. 'જાને તું ઘરે બેસ તને ના ખબર પડે.' અને એજ હેમલની મા બધું ભૂલીને 'મારો દીકરો!' કહીને હેમલની બાજુમાં બેસે છે, અને તેના પપ્પા પણ બધું ભૂલીને કહે છે, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. . . બોલી તે પણ હેમલની બાજુમાં બેસે છે. હેમલનાં માથાં પર વ્હાલથી હાથ ફેરવે છે. અને ખૂબ ટ્રીટમેન્ટ તો છે, પૈસાનો પ્રોબ્લમ નથી, પણ હેમલના હૃદયમાં જે એકલપણું થઈ ગયું છે. એ મોટી પ્રોબ્લમ છે. હેમલની છેલ્લી હાલત એવી થઈ છે કે, પોતે વોશરૂમ પણ નથી જઈ શકતો, અને તેની મા બધું જ સાફ કરે છે. "


એક દિવસ સમાચાર આવે છે કે, હેમલે ઉભી કરેલી બધી જ કંપનીમાં નુકસાન થયું છે, ખૂબ ખોટ ગઈ છે. આ સાંભળીને હેમલની હાલત વધુને-વધુ બગડતી જાય છે. અને તે ગમેતેમ ગાંડાવેળા કરવા લાગે છે. અને ખબર પડે છે કે, આ વાતની અસર તેમના મગજ પર હાવી થઇ ગઇ છે એટલે કે તે સાયકો થઈ ગયો છે. હેમલને કશી જાતનું પણ ભાન નથી હોતું. હસે તો ક્યારેક રડયાં કરે, અને એક દિવસ લક્ષ્મણભાઇ અને વર્ષાબહેન અંગત કામ માટે પોતાના ઘરે જાય છે. છે અને હોસ્પિટલમાંથી ફોન આવે છે કે, હેમલ ક્યાંક ભાગી ગયો. '


(વર્તમાન સમય)

લક્ષ્મણભાઈ : 'નિમિષ બેટા તને વિનંતી કરું છું, મને મારા હેમલ પાસે લઈ જા !'

'નિમિષ આ વાત સાંભળીને મનમાં બોલ્યો, હેમલ કેટલો નસીબદાર છે, જેને આવી માં મળી, અને મનમાંને મનમાં એક કવિતા બબડે છે.


'જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ,

મીઠી મધુને મીઠા મેહુલા રે લોલ.

એથી મીઠી તે મોરી માત રે,

જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ. '


નિમિષે, લક્ષ્મણભાઇની ગાડી રીપેર કરીને કડી માટે ત્રણેય જણાં રવાનાં થયાં. નિમિષે, હેમલને ઘરમાં બંદ રાખ્યો હતો

બારણું ખોલતાં જ ચમત્કાર કહો તો ચમત્કાર હેમલ સામેથી આવ્યો, અને માતાપિતાને ગળે ભેટી પડે છે. અને ખૂબ રડે છે, તેની તબિયતમાં સુધારો આવી જાય છે. તેની મા તેને જોઈને ખૂબ ખુશ થાય છે, અને ખૂબ રડે પણ છે. ટીવી ઓન હતી, અને લાઈવ સમાચાર આવતાં હતાં. કે, કડીથી દૂર હાઈવે પર એક ટ્રકે કારને ટક્કર મારી અને કારમાં રહેલાં વૃદ્ધ દંપતી અને એક યુવાનનું મૃત્યુ થયું છે. હેમલ પોતાના માતપિતા અને મિત્ર નિમિષના ફોટા જોતાં જ ચોંકી જાય છે. અને અચાનક પાછળ જુએ છે, પણ બધાંજ ગાયબ થઈ ગયા હોય છે, અને હેમલ હૈયાફાટ રુદન કરવા લાગે છે.


મિત્રો ! 'મા તો મા છે, બીજા વગડાના વા. વર્ષાબહેનનો હેમલ પ્રત્યેનો ગાઢ પ્રેમ એટલો હોય છે કે, વર્ષાબહેનની આત્મા પણ પોતાના દીકરાની તબિયત સુધારે છે.


Rate this content
Log in

More gujarati story from સોલંકી ધર્મેન્દ્ર.સી "મિતવક્તા"

Similar gujarati story from Inspirational