Vijay Parmar

Inspirational

2  

Vijay Parmar

Inspirational

સમય

સમય

2 mins
80


સમય કયારેય કોઈની રાહ જોતો નથી, સમયની ગતિ અવિરત ચાલ્યા જ કરે છે. કયારેક સમય યાદ બનીને રહી જતો હોય છે. કયારેક સમય અફસોસ બનીને રહી જતો હોય છે. સમય એક મોકો આપે છે પછી બીજો મોકો આપતો નથી. સમયને ઓળખવો અઘરો છે, એટલે જ્યારે સમય સારો મળે એનો સદપયોગ કરી લો એને માણી લો, કારણ કે વીતેલો સમય કયારેય પાછો આવતો નથી. એ માત્ર એક યાદ અથવા અફસોસ બની જાય છે. 

આ સમય કયારેય એક સરખો પણ રહેતો નથી, કયારેક સમય સારો હોય છે તો કયારેક સમય ખરાબ હોય છે. જો સારો સમય હોય તો જેટલો સમયનો લાભ લઈ શકાય તેટલો લઈ લેવો જોઈએ. ખરાબ સમય હોય ત્યારે સમય પાસેથી શીખવું જોઈએ જે તમને જીવનભર કામ લાગશે. સમયનો ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ, કારણ કે સમય ખૂબ જ કિંમતી છે એનું મૂલ્ય આપણે સમજવું જોઈએ. જે સમયનું મૂલ્ય સમજે છે એ કયારેય હારતો નથી.

આ સમય કયારેય કોઈ એકનો રહેતો નથી આજે મારો સમય હોય તો કયારેક બીજાનો સમય હોય છે. સમય સમય પ્રમાણે આપણે ઘડાવવું જોઈએ. સમયને ઓળખતા શીખવું જોઇએ. સમયની ગુલામી કરવાં કરતાં સમયના માલિક બનતાં આવડવું જોઈએ. જે લોકો આ વાત શીખી જાય છે એ લોકો આ દુનિયા પર રાજ કરે છે, કારણ કે તેમણે સમયને સાચી રીતે ઓળખ્યો છે.

જે સમયની સાથે સાથે ચાલે છે એ કયારેય એકલાં પડતાં નથી કે પાછળ રહી જતાં નથી કારણ કે તેમણે સમય સાથે કદમ મિલાવ્યાં છે. સમય સમયને માન હોય છે. કયારેક પાકપકવાન તો કયારેક ખાલી નાન હોય છે. સમયની ગતિને જાણીને તેની સાથે જે ચાલે છે એજ જીતે છે. સમયને ઓળખતાં જે શીખી જાય છે એ કયારેય હારતો નથી.

જે સમયની સાથે ચાલે છે એ કયારેય પાછળ રહી જતો નથી, અને જે સમયને સાચવે છે એને સમય સાચવતો હોય છે. જે સમયનું મૂલ્ય સમજે છે સમય એનું મૂલ્ય વધારે છે. જે લોકો સમયને માન આપે છે એને સમય માન અપાવે છે.

આમ સમયનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational