Mitul Desai

Inspirational Others

3  

Mitul Desai

Inspirational Others

સગપણ

સગપણ

2 mins
310


નવ નવ વર્ષથી એક બીજાનું મોઢું ન જોવા સુધીનો સંબંધ કપાઈ ગયો હતો. સંતોષે અમરનું મોઢું ન જોવાનાં સોગંદ ખાધેલ છતાં આજે હોસ્પિટલના આઇસીયુ વોર્ડ તરફ તેના પગલાં પડી રહ્યા હતા. ભાઈ અમરના લગ્ન અનિતા સાથે પંદર વર્ષ પહેલાં થયેલાં, અનિતાનો સ્વભાવ જરા વિચિત્ર. હળીમળીને કે નાની નાની વાતમાં પરિવારના સભ્યો સાથે નમતું જોખવું એવો ન હતો. ખુશહાલ પરિવારમાં બંને ભાઈઓ વચ્ચે નાની વાતોમાં કચવાટ થવા લાગ્યો. ઝગડાઓ દિવસે દિવસે વધતાં અમર સુરત રહેવા જતો રહ્યો. અનિતા અને અમરની ધન લાલસાને લીધે ભાઈ સંતોષ પાસે પિતાની વારસાની સંપત્તિમાં બટવારો કરવાની માંગણી કરી, રાજી ખુશીથી સંતોષે અમરનો બરાબરનો હિસ્સો આપી દિધો.

સંતોષ સાથે રહેતી માતાને અમર એક દિવસ માટે પણ સાથે રહેવા લઇ ગયો નહીં, સારી નોકરી અને ભાગમાં મળેલ સંપત્તિને લીધે અમર પૈસાના ગુમાનમાં રહેવા લાગ્યો. ભાઈ સંતોષને જુનું ઘર તોડી નવું ઘર બાંધવાની જરૂર જણાઈ ત્યારે તેને ઘરની બાજુમાં અમરના ભાગે આવેલ જમીન ખરીદવાની માંગણી સંતોષે કરી ત્યારે એની તે જમીન સંતોષને ન વેચતા ત્રાહિત વ્યક્તિને આ જમીન વેચી દેતા બન્ને ભાઈઓ વચ્ચેનો સંબંધ કાયમ માટે કપાઈ ગયો. સમાજનાં અન્ય સ્વજનો સાથે પણ ખરાબ વર્તનના કારણે સંબધો સારા ન રહ્યા.

આજે અઢળક સંપત્તિના માલિક એવા અમરને છેલ્લા સ્તરનું લોહીનું કેન્સર નીકળ્યું હતું. હોસ્પિટલમાં અમર સાથે રહેવાવાળું તેની પત્ની સિવાય કોઈ હતું નહિ. અમરનું મોઢું ન જોવાની કસમ ખાધી હોવા છતાં સંતોષને પોતાનાં લોહીની સગાઈ અમરને મળવા માટે ખેંચી ગઈ.

આઇસીયુમાં પ્રવેશતા જ તેની નજર અમર સામે પડી, ભાઈ મરણપથારી એ પાડેલા અમરને મળવા આવેલા જોઈ અમરની નજર શરમથી નીચે ઝુકી ગઈ. સંતોષે અમરને ગળે વળગાડી દીધો. અમર પણ ભાઈને વળગી પડ્યો. સાચા સંબધો તરછોડી ધનસંપત્તિ પાછળ મુકેલી દોટમાં મેળવેલી સંપત્તિ મૃત્યુ સામે હારી જતા આજે તેને છોડીને જઈ રહ્યો હતો.

તેની આંખમાંથી વહેતા પશ્ચાતાપના આંસુ આ એકજ જ વાત કહી રહ્યા હતા...


Rate this content
Log in

More gujarati story from Mitul Desai

Similar gujarati story from Inspirational