Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

સઘળું યથાવત્ છે

સઘળું યથાવત્ છે

4 mins
236


ક્યાં કંઈ અટક્યું છે ? જીવન તો જીવીયે જ છીએ ને ! આ શ્વાસ પણ રાબેતા મુજબ ચાલુ છે. દિવસ-રાત સમયસર થઇ જાય છે. ઊંઘ પણ આવી જાય છે. ભૂખ પણ લાગે છે. બધું જ તો બરાબર ચાલે છે. આનો અર્થ એ છે કે આપણે ઘરમાં છીએ પણ જીવન સ્વસ્થ જીવીએ છીએ. ઘણી એવી ચીજ વસ્તુઓ છે જેના વિના આપણે ચલાવતા શીખી ગયા છીએ. એટલે એનો અર્થ તો એ જ થયો ને કે થોડામાં પણ જીવન જીવાય તો છે ! આપણને વધુની જ ટેવ પડી ગઈ છે.

પહેલાના સમયમાં થોડામાં પણ જીવન નિર્વાહ ચાલતો જ હતો. ને કદાચ હમણાંની જનરેશનને હવે સમજાશે કે જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે એમાં પણ આનંદથી જીવી શકાય છે. આ આજના યુવાનો શીખે એના કરતાં વધારે જે માંગે એ હાજર કરી દેતાં મા-બાપ માટે આ એક ખૂબજ અગત્યની શીખ છે. કુદરતે તમને માબાપ તરીકે કેવી રીતે જીવાય એની એક નવી તક આપી છે. તમારા જ બાળકો છે અને પૈસા પણ તમારા જ છે હમણાં તો બધું બરાબર જ છે. પણ, ભવિષ્યમાં એને તકલીફ ન પડે, એને વિના પૈસા વિના કે ઓછી જરૂરિયાતમાં કેમ જીવાય એ શીખવાડો.

પોતાના બાળકને બધી જ ચીજ વસ્તુઓ વિના ચાલે છે શીખવાડવા પહેલા તમારે તમારી જાતને શીખવાડવાનું છે. તમારા બાળકને રૂપિયાથી ખરીદેલી વસ્તુ વિના તો ચાલે પરંતુ એ વિશે થોડી માહિતી આપો કે થોડામાં પણ સંતોષ મળે છે અને આનંદ કદી ખૂટતો નથી. એને એવું શીખવાડો કે આનંદ, મદદ, થયા, લાગણી આપણા માં કદી ખુટતી જ નથી. એમને પીઝા, બર્ગર,કોલ્ડ્રિંક્સ, આઈસક્રીમ, ચોકલેટ બધા જ વિના ચાલે છે, જુઓને હમણાં બેઠા જ છે ને ઘરમાં. એમને પ્રેમથી સમજાવો કે આપણા સાત્વિક ખોરાકમાં કેટલા તત્વો રહેલા છે અને આજની પેઢી પોતાની સુંદરતાને લઈને કંઈક વધારે જ સભાન છે ત્યારે સાત્વિક ખોરાક એમની શારીરિક સુંદરતા અને સાથે સાથે માનસિક સ્વસ્થતા માં કેવા લાભદાયી નીવડે છે તે સમજાવો. ચોક્કસ માનશે. આખરે તો એવો પણ જે મા બાપ કરે છે એનું જ અનુકરણ તો કરે છે.

દર અઠવાડિયે હોટલમાં ન જઈએ તો ચાલે. બે ત્રણ મહિને જવાય, તમારા એમના આનંદ કરવામાં કોઇ જ રોકટોક નથી એનાથી એમના શરીર પર થતાં ગેરલાભો સમજાવાય. આપણે બહાર કામ વિના આમતેમ ભટકવા કરતા પોતાના પરિવારને પણ થોડો સમય, પોતાના માટે પણ થોડો સમય જીવી શકાય. ઘરમાં કામ કરવાથી છોકરીઓની સુંદરતામાં કે છોકરાઓના પૌરુષત્વ માં કોઈ જ ઓછપ નથી જ આવવાની. તો ઘરના વડીલો ને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના ઘરના બાળકો ને નાનામોટા કામ જાતે કરવા દે. હવે તો એવો સમય આવ્યો છે કે દરેક છોકરા છોકરી એકબીજાને મદદ કરવામાં જ માને છે જેથી કરીને બંને એકબીજાને અને પરિવારને સમાન સમય આપી શકે. ઘરમાં એક જ સ્ત્રી હોય અને બધા જ પુરુષો મદદ કરવા લાગે એમાં ખોટું શું ? વળી બજેટમાં કેવી રીતે જિવાય એ પણ આવડી જશે. ઓછામાં ઓછા ખર્ચે પણ ખુશી ભરેલું જીવન જીવતા આવડી જશે. ખોટા ખર્ચા કારણ, વગરનો ઉશ્કેરાટ કે રઘવાટ, કામ વિનાનો ઉદ્વેગ,સારા ભવિષ્યની ભ્રમણા અને તેની ખોટી ચિંતા, બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી જ શકાય છે. અને જુઓ ને તમે જીવી જ રહ્યા છો ને.

આપણે સરળતાથી જીવન જીવાય છે ઘરમાં રહી દરેક સભ્યો સાથે તમારો નિકટતાનો ભાવ વધતો જાય છે. અને હું તો કહું છું ઘર સાથે આત્મીયતાની લાગણી પહેલી વખત અનુભવી રહ્યા છીએ. સવારે વહેલા ઉઠવાની કોઈ ચિંતા નથી કે રાતે મોડે સુધી જાગશો ઉજાગરા થશે એવું કોઈ ટેન્શન નથી. બધા જ કામો શેડ્યુલ વિના છતાં સરસ રીતે થઈ રહ્યા છે ને! હંમેશા પણ આમ જ રહો ને બિન્દાસ. હા, જત્યારે થોડું અલગ હોય એ માનું છું. તો મગજને ભાર દેવાની શી જરૂર છે. હમણાં જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ જો મહિનાઓ સુધી રહી તો ઘર રસોડું ચાલે જ છે અને ચાલશે જ તેને ખાતરી થઇ ગઇ છે.

પરિસ્થિતિ વિકટ તો છે જ પરંતુ એ જ વિકટ પરિસ્થિતિનો મંત્રજાપ કરવાથી કંઈ જ મળવાનું નથી. ફક્ત અને ફક્ત આપણામાં નકારાત્મકતા આવશે. આ સિવાય બીજું કંઈ જ નથી આવવાનું. એની અસર આપણા મન અને શરીર પર પડે છે અને સાથે સાથે આપણા સ્નેહીજનો,પરિવાર ઉપર પણ. તો કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થવાને બદલે એ જ પરિસ્થિતિનું જો સકારાત્મક પાસું શોધવામાં આવે તો જરૂર કોઈને કોઈ રસ્તો મળે જ છે. જે આપણને ખુશી અને સફળતાના માર્ગે દોરી જાય છે તો અંતમાં તમને જીવવવા મળેલા તમારા માટે અને તમારા પરિવાર માટે મળેલા સમય માટે અભિનંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational