સાતભાઈ
સાતભાઈ
એક ગામ હતું. તેમાં સાત ભાઈ રહેતા હતાં. એ સાત ભાઈઓમાંથી છ ભાઈઓને દસ દસ ભેંસો હતી. અને એક ભાઈને પાડો હતો. આ છ ભાઈઓ ભેંસોનું કરે. અને પેલો એક ભાઈ પાડાને સાચવે. નાના નાના બાળકોને લાડ કરે. તેમને ચોકલેટ આપે.
આમ પાડાવાલો ભાઈ બધાં કરતાં વધુ ખુશ રહેતો હતો. તેને કોઈ ચિંતાઓ હતી નહિ. આ બધું જોઈને પેલા છ ભાઈઓને આ ભાઈની ઈર્ષા આવતી હતી. તેમને થતું કે આપણે આખો દિવસ દસ દસ ભેંસોનું કામ કરીને મરી જઈએ છીએ. અને નાનકો ભાઈ બસ પાડાને સાચવીને જલસા કરે છે. આવી ઈર્ષા થવાથી તેમણે પેલા ભાઈના પદને મારી નાખવાનું નક્કી કર્યું. રાત પડી બધા સૂઈ ગયા. એટલે છ ભાઈએ ઉઠીને વાડામાં ગયા અને પેલા ભાઈના પાડાને મારી નાખ્યો. સવારે નાના ભાઈએ જઈને જોયું તો પાડો મરેલો પાડ્યો હતો.
બીજા દિવસે નાનો ભાઈ મરેલા પાડાનું ચામડું લઈને વેચવા માટે નીકળ્યો. રસ્તામાં જતાં રાત પડી. પણ ત્યાં જંગલ હતું. એટલે નાનો ભાઈ જંગલી પ્રાણીઓથી બચવા ચામડું લઈને ઝાડ પર ચડી ગયો. હવે રાત પડી એટલે ચાર ચોર એક ગામમાંથી ધન ચોરી કરીને આવતા હતાં. રસ્તામાં પેલો નાનો ભાઈ જે ઝાડ ઉપર હતો. તે ઝાડની નીચે બધાં ચોર ચોરેલા ધનની વહેંચણી કરવા માટે બેઠા. આ જોઈને પેલા નાના ભાઈએ ચામડું ઝાડ પરથી નીચે નાખ્યું. અચાનક કંઈ પડવાથી બધાં ચોર ડરી ગયા અને ધન મુકીને ભાંગી ગયા.
નાનોભાઈ બીજા દિવસે એ બધું ધન લઈ
ને ઘરે પાછો આવ્યો. એ ધનમાંથી સરસ મજાનું ઘર બાંધ્યું. નોકર ચાકર રાખ્યા કામ કરવા અને સુખેથી રહેવા લાગ્યો. પેલા છ ભાઈઓને થયું કે આ તો હતો તેનાથી પણ વધુ સુખી થઈ ગયો. વળી પછી એમણે નાના ભાઈની ઈર્ષા થવા લાગી. એટલે છ ભાઈઓએ ભેગા મળી. નાના ભાઈની ગાડીઓ, બંગલો બધું જ સળાગાવી દીધું. પણ તોય નાનો ભાઈ બચી ગયો.
તે ઘર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં એક ભાઈ ઊંટની વણઝાર લઈને જતો હતો. આ નાનો ભાઈ પણ તેમની સાથે જોડાઈ ગયો. ઊંટની વણઝારમાં પાંચસો ઉંટો હતી. હવે જતાં જતાં રસ્તામાં નદી આવી. એ નદી પાર કરવા નદીમાં ઉતર્યો ને પુર આવ્યું. અને ભાઈ તાણી ગયો. નાનો ભાઈ ઉંટ લઈને ઘરે પાછો આવ્યો. તેની પાસે આટલી બધી ઉંટો જોઈને મોટા ભાઈઓએ પૂછ્યું તારી પાસે આટલી ઉંટ ક્યાંથી આવી. હવે નાનો ભાઈ પણ પોતાના મોટા ભાઈઓને ઓળખી ગયો હતો.
નાનાભાઈ એ હવે એક યુક્તિ કરી. તેણે કહ્યું. જંગલમાં એક નદી છે. એ નદીમાં ડૂબકી મરાવતી આ ઉંટ મળે છે. તમને વિચારો હું એકલો ડૂબકી મારીને આવ્યો તો પાંચસો મળી. જો તમે બધાં ડૂબકી મારશો તો કેટલી મળશે ! આમ કહી ભાઈઓને લાલચ આપી. કેમકે નાનો ભાઈ જાણતો હતો. કે મોટા ભાઈઓને તરતા આવડતું નથી. નાના ભાઈની વાત સાંભળી બધાં ભાઈઓ જંગલમાં ગયા. અને એક સાથે નદીમાં કુદી પડ્યા. અને તરતા આવડતું ન હતું એટલે બધાજ મરી ગયા. પછી નાનો ભાઈ શાંતિથી રહેવા લાગ્યો.