STORYMIRROR

Sweety Shah

Inspirational Others

3  

Sweety Shah

Inspirational Others

ઋણની વાવણી

ઋણની વાવણી

2 mins
30.2K


રસ્તો આજે બહુ જ ધીરે પગે ચાલતો હતો. લાગતું હતું કે જમીનનું પગ સાથેનું કનેકશન જ જાણે કપાઇ ગયું હતું, હંમેશ એક્સપ્રેસ ટ્રેઈનની જેમ ચાલતી, વૈભવી કોણ જાણે કેમ આજે લોકલ બની ગઇ હતી, આજે એનું માઇન્ડ પણ અલગ અલગ સ્ટેશનો બદલે જ જતું હતું; શું કરવું છે ? ક્યાં જવું છે ? એ રસ્તો શોધવા મથી રહી હતી,

પ્રિન્સીપલની ઓફિસમાં, આજે તેને લાસ્ટ વોનિઁગ મળી હતી. મિસિસ. શર્મા જો તમે આરોહીની ફી બે દિવસમાં સબમિટ નહી કરો તો પ્લીજ સોરી અમે આરોહીને એક્ઝામમાં નહી બેસવા દઇએ. ઇટસ સ્ટ્રીકલી, વૈભવી આગળ કાંઇ બોલવા જાય તે પહેલાં જ પ્રિન્સીપલ મીસીસ આયના બોલી ઉઠ્યાં હવે તમે જઇ શકો છો..!

તો પણ વૈભવી એ એની તરફથી ખુબ જ પ્રયત્ન કર્યો, પ્લીજ મે’મ મને હજુ થોડોક વધુ સમય આપો, હું જરુર કાંઇક વ્યવસ્થા કરી લઇશ.

મે’મ આરોહી એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, આ એના ફ્યુચરનો સવાલ છે, પરંતુ તેઓ કાંઇ જ સાંભળવા નહોતા માગતા.

બહાર નકળતાં વૈભવીના પગ બહુ જ ભારે થઇ ગયાં હતાં. જાણે પેરાલિસીસ થઇ ગયો હોય વૈભવી આજે પહેલી વાર પોતાને અપાહીજ સમજી રહી હતી એના મનમાં ધમાસાણ યુધ્ધ ચાલતું હતું, ક્યાંથી લાવવા પૈસા ! એ આરોહીના સપનાંઓને કચકડાંની જેમ તોડી દેવા નહોતી માગતી.

વૈભવી આખું ઘર ફેંદી વળી ક્યાક કંઇક મળી જાય તો આરોહીના સપનાં પણ જડી જાય. પથારીવશ અશ્વીન અને આરોહી બન્ને વૈભવીની આ પ્રતિક્રિયા જોઇ રહ્યાં હતાં, આરોહી તો તરત જ એની મોમની આંખોને સ્પર્શી ગઇ.

બીજા દિવસ આરોહી પ્રિન્સીપલની પાસે જઇ એકદમ અદબથી બોલી મે’મ મને ખબર છે મારી મોમ પૈસા નહી ભરી શકે, પરંતુ મે’મ એક સ્ટુડન્ટને પોતાના કરતાં ટીચર પર વધુ ટ્રસ્ટ હોય છે. ટીચર હંમેશા દરવાજો ખોલી આપે મારા જીવનની જ્યોત તમારા હાથમાં છે .

મીસીસ આયનાને આરોહીની વાત સ્પર્શી ગઇ ,ને આરોહી એ એક્ઝામ આપી ટોપ ક્રર્યુ. આજે આરોહીની પર્સનલ ઇનસ્ટિટયુટનું ઓપનીંગ હતું,

મીસીસ આયના એના ચીફ ગેસ્ટ હતાં અને ઇનિસ્ટટયુયનું નામ હતું ‘આયના’ બન્નેની આઁખોમાં અશ્રુભીની ખુશીનું અભીવાદન હતું.


Rate this content
Log in

More gujarati story from Sweety Shah

Similar gujarati story from Inspirational