રાખડીનું મૂલ્ય
રાખડીનું મૂલ્ય
નિશાંત આજે પડખા બદલ્યા કરતો વિહવળ હતો કાલે રક્ષા બંધન હતી. નિકિતા તો નહતી કે રાખડી બાંધે..પણ આજે બીજી વાત મનમાં અજગરની જેમ ભરડો લઈ રહ્યાં હતાં..!
વહેલી સવારે ચાર વાગ્યે તેના દોસ્ત કિશન (કલુ) તેની પ્રેમિકા કોમલ સાથે ભાગવામાં મદદ કરવાની હતી.. તેના જાકૂબી ના ધંધાથી તેની પત્ની નિશા અને તેના મમ્મીએ કેટલી વાર છોડવા
કહ્યું પણ પથરા ઉપર પાણી..
નિકિતા તેની બેનની છબી નજર સામેથી ખસતી નથી તેની માં જે પિતાજીના અવસાન પછી સાવ એકલી પડી ગઈ હતી ..
પત્ની નિશા તેના બધા કરતુતો છોડાવવા પ્રેમથી સમજાવતી તેના માટે ચોવીસ કલાક હાજર રહેતી ..નાની કાવ્યા ને ઘોડીયામાં જોઈને મનોમન અકળાતો પણ આજે તે ઊઠી ને રડવા લાગી તો હિંચકો નાખી સુવડાવ્યા પ્રયત્ન કરતો હતો ..સુધા જાગી પણ ચુપચાપ મનમાં મલકાતી પડી રહી.
રોજ કાવ્યા નો રડવાના અવાજથી ચિલ્લાઈને કહેતો ...
". આ ...તારી ને ચૂપ કર.."
પણ આજે કોમલ માલદાર બાપની એકની એક દીકરી હતી.
તેના માલને હડપવા કિશને પ્રેમની જાળ બિછાવી હતી અને એ વાતથી તેને બહેન નિકીતાની યાદ આવતી તે પણ જેને પ્રેમ કરતી તે સારો માણસ નથી એ ખબર હોવા છતાં બહેન ને લગ્ન પછી સાચી વાત ખબર પડતાં આત્મહત્યા કરી લીધી હતી એ બધું નજર સમક્ષ ફિલ્મ જેમ દેખાય છે.
સવારે ચાર વાગ્યે ઊઠીને ખિસ્સામાં પિસ્તોલ મૂકી સાથે બીજી એક વસ્તુ પણ સરકાવી.
ગાડી લઈને નક્કી કરેલ જગ્યાએ પહોંચી ગયો. થોડી વારમાં કોમલ પણ મોટી બેગ સાથે હાંફતી હાંફતી આવી ..
આજે બધા માલમાંથી અડધો ભાગ મળવા નો હતો..
પણ એ વાતથી મનમાં પોતાની જાતને ગુનેગાર માનવા લાગ્યો.
કોમલ બોલી "કિશન હજુ ન આવ્યો ભાઈ .... હંમેશા મોડોજ હોય.." "નિશાંત ભાઈ તમે ફોન તો કરો.." અને ભાઈ શબ્દ સાંભળીને દિલમા કોઈ અલગ જ ભાવ સાથે એક ઝાપટ મારી દીધી, કોમલ ડઘાઈ ગઈ અચાનક આ શું...?
નિશાંતે કિશન વિશે તેના પ્લાન વિશે બધી વાત કરી અને કહ્યું તે મને ભાઈ કહ્યો છે તો લે આ.. ખિસ્સામાંથી રાખડી કાઢી બાંધવા કોમલને કહ્યું.
અને ગાડી માં બેસાડી તેના ઘરે મૂકવા ગયો અને કોમલ પણ આજે ભાઈ મળ્યાની ખુશીમાં આને ખોટા રસ્તે ભૂલ કરતા પહેલાં સમજી તે માટે ખુશ હતી..
નિશાંતે કિશન ને ફોન કર્યો અને કહ્યું..." તારે જે ખરાબ ધંધા કરવા હોય તે કરજે પણ કોઈની બેન દીકરી પર નજર ન બગાડતો, નહીં તો સારાવાટ નહી રહે...."
અને સવારે છ વાગ્યે રાખડી બંધાવી ઘરે પહોંચી ગયો, મા પૂજા કરતી હતી..તેને પગે લાગ્યો..આજે રાખડીના સંબંધોની મર્યાદા અને કદર કરતા બેન દીકરી ને જોવાની નજરમાં ફેર પડ્યો.. નિશા અને નાનકડી કાવ્યા ને મસ્તીથી ઉંઘતા જોઈને તેની ઉપર પ્રેમથી હાથ ફેરવતા .. તેની બાજુમાં સૂઈ ગયો...
આજે ખરા અર્થમાં ભાઈ બન્યો એ ખુશી કંઈ અલગ જ હતી.