HEENA CHAUDHARI

Drama

2  

HEENA CHAUDHARI

Drama

રાજા અને ચોર

રાજા અને ચોર

2 mins
612


એક નાનકડું નગર હતું. તે નગરમાં અનેક લોકો રહેતા હતાં. આ નગરનો રાજા ખુબ ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતો. એટલે રાજ્યની પ્રજા પણ સુખી હતી. આ રાજાને એક કુંવર હતો. તે પણ ખુબ જ રૂપાળો અને હોંશિયાર હતો. આ ગમમાં એક ડોશી રહેતી હતી. તે હવે ઘરડી થઈ ગઈ હતી. પણ તેને એક યુવાન દીકરી હતી. ડોશીને એક જ ચિંતા હતી. આ દીકરીને સારા ઘરે પરનાવાની. પણ કોઈ સારું સગું મળતું નહતું.

એક દિવસની વાત છે. ડોશી અને તેની દીકરી ઘરમાં સુતા હતાં ત્યારે ડાકુ ગમમાં ચોરી કરવા આવ્યા. તેમણે દોશીના ઘરમાં ચોરી કરી. એ વખતે દોશીની દીકરીને જોઈ ગયા. તેમણે ડોશીને કહ્યું. આ દીકરીને કાલે તૈયાર કરીને રાખજે. હું એને લઈ જવાનો છું, સાથે લગ્ન કરીશ. ડોશી તો ગભરાઈ ગઈ પણ ડાકુ આગળ તેનું શું ચાલે. બીજા દિવસે સવાર પડી એટલે ડોશી પોતાની દીકરીને સરોવર કિનારે મોકલી. કેમ કે ડોશી જણાતી હતી. કે રાજાના કુંવર રોજ સવારે સરોવર કિનારે ઘોડાને પાણી પાવા આવતા હતાં.

દોશીની દીકરી સુંદર તૈયાર થઈને સરોવર કિનારે જઈને બેઠી. થોડીવાર થઈ. એટલે રાજાના કુંવર ત્યાં ઘોડાને પાની પીવડાવવા આવ્યા. સરોવર કિનારે આવી સુંદર કન્યા જોઈ રાજકુમાર તો ખુશ ખુશ થઈ ગયા.તેમણે એ દોશીની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. દોશીની દીકરીએ પણ રાજકુમાર સાથે લગ્ન કરવાની હા પાડી. પણ એક શરત મૂકી. આજે રાતે મારા ઘરે ડાકુ મને ઉપાડી જવા આવવાના છે. તમે એમણે પકડી જેલમાં પુરો પછી હું તમારી સાથે લગ્ન કરીશ.

રાજકુમાર એ માટે તૈયાર જ હતાં. રાત થવા આવી. એટલે રાજકુમાર પોતાના સૈનિકો સાથે પહેલેથી જ દોશીના ઘરમાં સંતાઈ ગયા. અડધી રાત થઈ એટલે ડાકુ આવ્યા. અને ડોશીને ધમકાવી તેની દીકરીને ઉઠાવી જવા લાગ્યા. એજ વખતે રાજકુમાર અને તેમના સૈનિકો ડાકુ અને તેમના સાથીઓ પર તૂટી પડ્યા. તેમણે હરાવી દીધા અને પકડીને જેલમાં પુરી દીધા. રાજકુમાર રૂડી જાન લઈને ઘરે આવ્યા. વાજતે ગાજતે રાજકુમાર અને ડોશી દીકરીના લગ્ન થયા. ડોશીને પણ હવે બધી ચિંતા ગઈ.


Rate this content
Log in

More gujarati story from HEENA CHAUDHARI

Similar gujarati story from Drama