પર્યાવરણ
પર્યાવરણ


પર્યાવરણ આપણને સુંદર જીવન આપે છે જીવન-નિર્વાહ માટેના સાધનો પૂરા પાડે છે તો શું ?.. આપણે પર્યાવરણને બચાવવાનાં ઉપાય ન કરી શકીયે..? પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે એ છે વૃક્ષારોપણ.
આપણે રહેઠાણ બનાવવા માટે અને મોટી મોટી ઇમારતો બનાવવા માટે વૃક્ષો કાપ્યા અને જમીનને ખોખલી અને કમજોર કરી નાખી છે પર્યાવરણને ને દુષિત કર્યું છે એનો તમારી પાસે છે જવાબ? તમે કેટલું સુષ્ટિ ને નુકસાન પહોંચાડો છો.
જયારે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ વૃક્ષો કાપવાના કારણે વરસાદ આવતો નથી અને ખેડૂતો ને પોતાની મહેનત નું ફળ મળતું નથી કારણકે વરસાદ ન આવવાથી પાક ને પણ નુકસાન થાય છે માટે પર્યાવરણને બચાવું હોય તો વધારે ને વધારે વૃક્ષો રોપવા પડશે.
આજે આપણે આધુનિકરણના નામે પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મૂકી દીધું છે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ દૂષિત કરી રહ્યા છીએ આમ જો આપણું પર્યાવરણ જ દૂષિત આબોહવાથી ભરેલું હશે તો માનવ જીવનને પણ ઘણું નુકસાન ભોગવું પડશે.
જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. સ્વસ્થ પર્યાવરણની આવશ્યકતા માટે આપણે વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ થતું અટકવું પડશે અને પ્રદૂષણ નાં કારણે જ ઋતુઓ અનિયમિત થઈ છે જળ અને વાયુની સ્વચ્છતા ખોવાઈ ગઈ જેને કારણે જમીનનું ધોવાણ વધ્યું અને જમીનની ફળદ્રુપતાની ઉપર ભારી માત્રામાં નુકસાન થાય છે અને આપણુ જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયું. માટે જો આપણે પર્યાવરણ ને બચાવીશું અને વધુ વૃક્ષો વાવીશું તોજ આપણે આપણી આવનારી પેઢી સારું અને સ્વચ્છ જીવન જીવી શકશે માટે આપણે જ આપણા પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ, હેપ્પી પર્યાવરણ ડે.