Purvi Shukla

Inspirational Others

4.2  

Purvi Shukla

Inspirational Others

પ્રથા

પ્રથા

1 min
981


ડ્રોઈંગ રૂમમાં પતિની લાશ પડી હતી, હોસ્પિટલ લઈ જવામાં મોડું થતા હાર્ટ એટેકને લીધે પ્રથાના પતિ રસ્તામાં જ મૃત્યુ પામે છે.પ્રથા પણ તાવમાં સબડતા બાળકને ઘરે મૂકી ભાગી હતી. પણ હાય રે નસીબ !

બાળકને ડોકટરને બતાવવા જવા મોડું ન થવું જોઈએ. એવું પ્રથાને લાગતું હતું.

પતિની અંતિમક્રિયા હમણાં જ ચાલુ થશે, લગતા વળગતા આવવા લાગ્યા હતા.

એક તો લાશ જોઉ છું ને બીજી હવે હિંમત નથી . એ પણ પતિની અંતિમક્રિયામાં હાજર રેહવું જ પડે એવી સમાજની પ્રથા નિભાવવા માટે બાળકના ઉજ્જળ ભવિષ્યને માટે લાલ કપડા પેરી પર્સ ટીંગાડી ઉપડી દવાખાને તાવથી પીડાતા બાળક ને બચાવવા.

રસ્તા વચ્ચે પતિની લાશ પાડી હતી. પણ સમાજની તમામ પ્રથાની જેમ એને પતિની લાશ ને પણ આટોપી એ નીકળી પડી. જાણે સમાજની પ્રથા તોડતી હોય એમ. કોઈએ પૂછ્યુ પણ ખરા. હાય રામ ! પતિનુ હમણા જ નિધન થયુ છે તો તુ મોજ-મસ્તી કરવા જાય છે.

પ્રથા જવાબ આપે છે. "પતિ મારુ ભૂતકાલ હતા, પુત્ર ભવિષ્ય. એને મંગલમય બનાવવા મે લાલ વસ્ત્ર પહેર્યા છે. એક લાશ તો પડી છે ત્યા હુ બીજી ક્યા ? જો અંતિમક્ર્રિયા સુધી રોકાઈશ તો એ પણ..."

આમ બોલતા જ રૂમમા પતિની લાશને નમન કરી લાશ ની સાથોસાથ સમાજની તમામ પ્રથા આટોપી બીમાર બાળકને લઇ પ્રથા નીકળી જ જાય છે.

લોકો અનિમેષ નજરે આ સ્ત્રીને જોઈ જ રહે છે. અને અંદરો અંદર ચર્ચા કરે છે.


Rate this content
Log in

More gujarati story from Purvi Shukla

Similar gujarati story from Inspirational