STORYMIRROR

Kundan Bauddh

Inspirational Romance

2  

Kundan Bauddh

Inspirational Romance

પ્રેમની વ્યાખ્યા

પ્રેમની વ્યાખ્યા

3 mins
13.8K


સાબરમતીના કિનારે વસેલું રળિયામણું એ અમદાવાદ શહેર... સાબરમતીનો કિનારો. શિયાળાની મસ્ત મોસમ. ઠંડો પવન લહેરાઈ રહ્યો છે અને એની સાથે સાબરમતીનું પાણી પણ હિલોળા લઇ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ એટલે પ્રેમીઓની મુલાકાતનું એક સ્થળ... જ્યાં સવાર- સાંજ હજારો લોકો આવે છે. અહીં રોજ કેટલીય નવી પ્રેમ કહાણીઓની શરૂઆત થાય છે, તો કેટલીય પ્રેમ કહાણીઓનો અંત થઇ જાય છે. 

આજથી લગભગ બે વર્ષ પેહલાં આવી જ એક પ્રેમગાથા અહીંથી શરૂ થઇ. એ બંનેની પહેલી મુલાકાતની ગવાહી આજે પણ આ જગ્યા પૂરી પડે છે અને બે વર્ષ પછી એ બંને આજે ફરી એ જ જગ્યાએ મળવા આવ્યા છે. આ બે વર્ષ દરમ્યાન એ બંનેની એકબીજા સાથેની ઘણી બધી નાની- મોટી યાદો જોડાયેલી છે; નાની નાની વાતોમાં થતાં ઝગડા, એકબીજાથી રિસાવું, એકબીજાને મનાવવા અને બીજું ઘણું બધું... આ બે વર્ષમાં એ બંનેએ ભરપૂર પ્રેમ કર્યો. આ વાત છે કેયા અને કેયાનની...

આજે પણ તેઓ બંને બેઠાં હતાં. કેયાની નજર હતી સાબરમતીના વહેતાં પાણી તરફ, જયારે કેયાનનું ધ્યાન કેયા તરફ હતું. બંને ચુપચાપ બેઠાં હતાં અને ધીમેથી કેયાને વાતની શરૂઆત કરી. જોકે, એક વખત કેયાને કેયાને અહીં જ, આ જ સ્થળે પૂછ્યું હતું કે, ‘‘શું તું આખી જિંદગી મારી જોડે રહીને મને સાથ આપીશ?’’ તો આજે વાત-વાતમાં કેયાએ કેયાનને પોતાના દિલનો ચિતાર આપતાં કહી દીધું, “હું તો આજે પણ, તને અઢળક પ્રેમ કરું છું. તારી જોડે રહીને આખી જિંદગી તારી સાથે જ વિતાવવા માંગું છું; કારણકે, મને ખબર છે કે તારા જેટલો પ્રેમ મને ના કોઈ કરી શકશે કે ના મને કોઈ ખુશ રાખી શકશે... પણ મારા પરિવારની વિરોધમાં જઈને હું તારી સાથે લગ્ન નહિ કરી શકું.” અને આટલું બોલતાં-બોલતાં તો કેયાની આંખોમાં આંસુઓનો ધોધ આવી ગયો. બીજી તરફ કેયાન જાતને સંભાળવાની વ્યર્થ કોશિશ કરવા ગયો, પણ એનાથી રડી પડાયું. કોણ કોને સાંત્વના આપે? તેમ છતાં બંનેએ એકબીજાનાં આંસુ લૂંછ્યા.

થોડી વારે સ્વસ્થ થયા પછી કેયાની આંખોમાં આંખો પરોવીને કેયાન ફક્ત એટલું જ બોલી શક્યો કે, “કેયા, હું જાણતો જ હતો કે આપણાં લગ્ન શક્ય નથી, આપણાં પરિવારને એ મંજૂર નહીં થાય. છતાં પ્રેમમાં ક્યાં કોઈનું ચાલ્યું છે? દિલથી દિલનો મેળ થાય ત્યાં કશું જ દેખાતું નથી. અને પ્રેમ એને તો કહેવાય. છતાં હું એવું તો ક્યારેય ન ઇચ્છું કે તું તારા પરિવારની ઉપરવટ જઈ મારી સાથે લગ્ન કર. તેમની સહમતિ અને આશિર્વાદ ન હોય તો તારા પર હું કોઈ પણ જાતનું દબાણ નહીં જ કરું. તું જે નિર્ણય લેશે એમાં હું તારી સાથે જ છું અને હા, એટલું હંમેશા યાદ રાખજે કે તારી ખુશીમાં જ મારી ખુશી સમાયેલી છે. પણ, એટલું તો ચોક્કસ કહીશ કે, મેં તને પ્રેમ કર્યો છે અને હંમેશા તને જ કરીશ. તારું સ્થાન મારી જિંદગીમાં બીજું કોઈ ક્યારેય નહીં લઇ શકે.” બંને માટે જાતને સંભાળવી અઘરી હતી. પણ, આટલું બોલ્યા પછી કેયાને કેયાને કપાળે એક વહાલભર્યું ચુંબન કર્યું અને એક ઊર્મિસભર આલિંગન આપ્યું. છેવટે એકબીજાથી છૂટાં પડવાની ઘડી આવી ચૂકી.

સાંજ થવા આવી હતી અને કેયાને ઘરે જવાનું મોડું થતું હતું. એક આંખમાં આંસુ અને એક આંખમાં કેયાનનો પ્રેમ લઈને તે પોતાનાં ઘરે જવા ઊભી થઈ. જતાં-જતાં હૃદય પર પથ્થર મૂકીને બોલી કે, “મારા ઘરનાં લોકોએ મારા માટે એક છોકરો જોઈ રાખ્યો છે અને આવતા રવિવારે મને જોવા આવવાનો છે.” પણ કેયાન કંઈ બોલી ના શક્યો, બસ એના આંસુ સાબરમતીના પ્રવાહમાં ભેગાં મળીને વહી રહ્યા. કેયાના ગયા પછી કેયાન ખાલી એટલું જ બોલ્યો કે,

“જે દિવસે હું શાયર બનીશ,

એ દિવસે તારા પર ગઝલ લખીશ;

જો કોઈ પૂછશે મને પ્રેમની વ્યાખ્યા,

તો જવાબમાં હું તારો ને મારો સંગ લખીશ...”

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational