STORYMIRROR

Viplav Dhandhukia

Romance

2  

Viplav Dhandhukia

Romance

પ્રેમ પત્ર -2

પ્રેમ પત્ર -2

2 mins
138

આજે સૌથી ખાસ દિવસ છે, અને તું મારી માટે સૌથી વધારે ખાસ છે.

સૌથી પહેલા તને પ્રેમભરીને મીઠું હગ. જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ.

આજે તને એક વાત કહેવી છે, લગભગ રોજ એક કહું જ છું, તે છતાં આજે એક ખાસ.

મેં ક્યારેય ધાર્યું નહોતું કે તું મારી આટલી નજીક આવીશ, એના બે કારણ હતા, પહેલું આપણું મળવું શક્ય નહોતું અને બીજું મેં હંમેશા દરવાજા બંધ રાખ્યા હતાં. મને ખબર છે તે પણ કોઈ દિવસ આપણે મળશું એવું ધાર્યું નહીં જ હોય. પણ તે છતાં આપણે મળ્યા, ફક્ત મળ્યા જ નહીં ભળ્યાં, એકબીજામાં એવી રીતે સમાય ગયા છીએ કે જાણે આપણી વચ્ચે વર્ષોથી સંબંધ હોય, અને મજાની એ વાત છે કે જે બીજા કોઈને અનુભૂતિ નથી થતી એ એકબીજા માટે આપણને થાય છે, જાણે શ્વાસ હું અહીંયા લેતો હોવ અને હૃદય મારુ ત્યાં ધડકતું હોય, આવું કોની સાથે થાય યાર.

આપણો પ્રેમ ખરેખર એક ગજબ છે, એને ઘટના કહું, પરભવનું સગપણ કહું કે પછી મળેલા જીવ કહું, જે પણ હોય, પણ આપણી વચ્ચે એક કોસ્મિક સંબંધ છે, અને એ સંબંધને નામમાં બાંધવું શક્ય નથી, કારણ આજની તારીખમાં મને પ્રેમ શબ્દોનો પન્નો બહુ ટૂંકો લાગે છે.

લખવું તો મને તારા માટે હતું, પણ આપણા વિશે લખાય ગયું.

તારા માટે લખવા બેસું તો ઘણું લખાશે, કારણ તારા જેવો પ્રેમ મેં કોઈનામાં નથી જોયો, તું જે રીતે મને પ્રેમ કરે છે, એવું મને કોઈ નો કરી શકે, કોઈ જ નહીં.

મારી માટે તું એકદમ પરફેક્ટ છે. તારા જેટલું રૂપાળું મને કોઈ નથી લાગતું, તારા જેટલું સ્માર્ટ, કેરિંગ, હાર્ડવર્કિંગ કોઈ નથી.

તું જે રીતે મારુ ધ્યાન રાખે છે અને પોતાનું અને પોતાના ફેમિલીનું, એ ખરેખર કાબિલે તારીફ છે.

મને હંમેશા લાગ્યું છે અને અત્યારે પણ લાગે છે કે તું એકદમ સર્વાંગ સુંદર છે, બસ આમ જ રહેજે.

પકડ મારો હાથ ને સાંભળ મારા હૃદયનું ગીત,

સુગંધનું સરનામું તું છે,

સુખનું કારણ તું છે,

પ્રેમનો પર્યાય તું છે,

સુંદરતાની માલણ તું છે

મારા પ્રેમનું તારણ તું છે.

તને મળે માગ્યું બધું,

ઈશ્વરની સુંદર કૃતિ તું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Viplav Dhandhukia

Similar gujarati story from Romance