STORYMIRROR

Aruna Desai

Inspirational Tragedy

3  

Aruna Desai

Inspirational Tragedy

પ્રેમ એટલે ?

પ્રેમ એટલે ?

2 mins
29.5K


“મનુ ચાલને આપણે મમ્મીને વૃધાશ્રમમાં મૂકી આવીએ!”

“પણ મીના?”

“મમ્મી માંદા પડ્યા કરે તેના લીધે આપણે આવવા જવાનું બંધન..." વિગેરે વિગેરે.

ઘણી રકઝક થઈ આખરે મનુને નમવું જ પડ્યું. આજે તે વાતને પાંચ વર્ષ વિતી ગયાં. છોકરાઓ મોટા થઈ ગયા. પાંચ વર્ષમાં પાંચ વખત પણ મળવાનું થયું નહિ.

આજે સવારથી તે કાઇંક વિક્ષુબ્ધ હતો અને ત્યાંજ ફોનની ઘટડી વાગી .

“મનુભાઈ !"

“સારું હું આવું છું!”

“મનુ કોનો ફોન ?”

“ચાલ તૈયાર થઈ જા!”

“પણ?”

“બસ કર, છોકરાઓને પણ તૈયાર કરી લે જે...”

“નાસ્તો બનાવી આપું?”

“છોડને!” તેણે છણકો કર્યો.

હતું તો ૧૦૦ માઈલ જવાનું પણ તેને ૧૦૦૦ માઈલ લાગ્યા.

“પપ્પા આપણે ક્યાં જવાના ?” પણ આજે તે સવાલોથી માઈલો દુર હતો. બાળકો પણ આજે આકરા લાગ્યા, તેઓ જોડીયા દસ વર્ષના થઈ ગયા હતા. ગાડીમાં એક અજંપા ભરી શાંતિ પથરાઈ ગઈ. વૃધાશ્રમ આવી ગયું.

તેણે રીતસર કુદકો માર્યો.

“રસિકભાઈ, મમ્મી ક્યાં?”

“ચાલો!”

તેઓ તેને એક ખૂણાની રૂમમાં લઇ ગયા. ત્યાં દસેક વ્યક્તિઓ હાજર હતા અને ધીમે સ્વરે કૃષ્ણ શરણં મમ ગાતા હતા.

“તેઓ હવે આપણી વચ્ચે નથી દસ મિનીટ પહેલાં જ !” તે ફસકી પડ્યો. મીના અને બાળકો ત્યાં પહોંચ્યાં.

“પગે લાગો!” મીના બોલી. તે ફક્ત મીના સામે જોવા લાગ્યો. મીનાએ પોતાની નજર ફેરવી લીધી !

“મમ્મી આ કોણ? “ મીનાએ તેની સામે જોયું.

“મીના તું જવાબ આપ!”

“તો મનુભાઈ તમે તેમની અંતિમ વિધિમાં સામેલ થશો કે અમે જ ?” તેને શબ્દો ખૂચ્યા પણ આ શબ્દો આજની વાસ્તસ્ત્વિકતા ! તેને ક્યાં અને ક્યા હક્ક હતો કોઈ પણ હવે, જે હતો તે ગુમાવી ચૂક્યો હતો પાંચ વર્ષ પહેલાં!

“ના હું આવું છું.” આજે તેને મીનાને કોઈ પણ જવાબ આપવાની જરુર લાગી નહિ. સ્મશાનમાં આજે તે હજાર મોત મર્યો. તે કોઈ સાથે નજર મેળવી શકતો નહોતો. સાંજના ચાર વાગી ગયા.

“મનુભાઈ કેટલીક ફોર્માલીટી પૂરી કરવી પડશે આજે કરશું કે કાલે?”

“આપ જણાવો.”

“કાલે રાખશું પણ તમારે પાછા આવવું પડશે!”

“શું હું અહીં રહી શકું?”

“હા !” મીનાએ તેને તે બાબતે કહેવાની કોશિશ કરી પણ તેના વર્તનથી અટકી ગઈ. તે આખી રાત સૂઈ નહિ શક્યો.

“મનુભાઈ ગુડ મોર્નિંગ ચાલો થોડા નાસ્તા પાણી!”


Rate this content
Log in

More gujarati story from Aruna Desai

Similar gujarati story from Inspirational