LAKSHYA FOFANI

Inspirational Others

3  

LAKSHYA FOFANI

Inspirational Others

પ્રધાનની ચતુરાઈ

પ્રધાનની ચતુરાઈ

2 mins
7.7K


એક નગર હતું. તે નગરમાં એક રાજા રાજ કરતો હતો. તેનું નામ અમરસિંહ હતું. તે રાજાને એક રાણી હતી. તેનું નામ સોહનકુમારી હતું. રાજા રાણીને ખુબ જ પ્રેમ કરતાં હતા. પણ રાણી આ વાતનો પુરો ગેરલાભ ઉઠાવતી હતી. કેમ કે રાજા રાણી ઘેલા હતા. રાણીની આગળ તેમનું કઈ ચાલતું નહિ.

એકવાર રાણી એ રાજા આગળ માંગણી કરી કે મારે કામધેનું ગાયનું દૂધ જોઈએ છે. હવે કામધેનું ગાયનું દૂધ તો સ્વર્ગમાં હોય. પૃથ્વી પર ના મળે. પણ રાણીને સમજાવે કોણ. રાજાએ સમજવાની કોશિશ કરી પણ રાણી માની નહિ. ઉલટાનું તે રાજાથી રીસાઈ ગઈ. હવે રાણી રિસાય એ રાજાને ચાલે નહિ. એટેલે રાજાએ પોતાના મંત્રી વિવેક્ચંદ હતું.

આ મંત્રી ખુબ જ હોંશિયાર અને બુદ્ધિશાળી હતો. તે રાણીની લુચ્ચાઈ અને રાજાની મજબુરી જાણતો હતો. તેણે રાજાને પૂછ્યું, ‘મારા માટે શું આજ્ઞા છે.‘ રાજા એ કહ્યું કે ‘રાણી સાહેબને કામધેનું ગાયનું દૂધ જોઈએ, ગમે તેમ કરી તે લઇ આવો. મંત્રી કહ્યું મહારાજ મને ચાર દીવસનો સમય આપો.’ રાજાએ તેમને ચાર દિવસનો સમય આપ્યો.

ચાર દિવસ પછી મંત્રી રાજ્યમાં પાછા આવ્યા અને રાજાને મળ્યા. મંત્રીને જોઈએ રાજાએ પૂછ્યું, 'મંત્રી વિવેક્ચંદ, તમે કામધેનું ગાયનું દૂધ લાવ્યા કે નહિ ? ત્યારે મંત્રી એ કહ્યું, ‘મહારાજ કામધેનું ગાય સ્વર્ગમાં છે, તેણે દૂધ આપવાની હા પાડીડી છે. પણ તેની એક શરત છે, કે તમારા રાજ્યમાં કેટલા સ્ત્રી અને કેટલા પુરુષ છે. અને તેમાંથી કેટલા પુરુષ સ્ત્રી ઘેલા છે. તેની યાદી આપો પછી હું તમને દૂધ આપું. મે નગરના સ્ત્રી પુરુષની યાદી તૈયાર કરી લીધી છે. હવે તમારું નામ શેમા લખું ? પુરુષમાં કે સ્ત્રી ઘેલા મા !

રાજા આખી વાત સમજી ગયા. કે મંત્રી તેમણે ઠપકો આપી રહ્યા હતા. તેમને પોતાની ભૂલ સમજાઈ કે પોતે એક રાજા થઈને એક સ્ત્રીની અયોગ્ય માંગણી માટે તૈયાર થઈ ગયા. તેમે પોતાનો આદેશ પાછો ખેંચ્યો. અને રાણીને પણ ધમકાવી. આમ ચતુર પ્રધાન રાજાને યોગ્ય નિર્ણય કરવામાં ઉપયોગી બને છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational