Dharmesh Unagar

Romance

3  

Dharmesh Unagar

Romance

ફક્ત તું....

ફક્ત તું....

1 min
14.2K


તું અને તું, તું જ તું ને ફક્ત તું,

રાત-દિવસ, ક્ષણ-સદી હર વક્ત તું.

શબ્દ સૌ તારા તરફ ચાલ્યા જતા,

મૌનમાં થૈ જાય છે પણ વ્યક્ત તું.

બસ નિરંતર હોય છે તારૂં સ્મરણ,

તે મને દીધો દરજ્જો : “ભક્ત તું”.

બ્રહ્મ ને પરબ્રહ્મ દેખાશે તને,

થા પ્રથમ હદથી વધું આસક્ત તું.

લાલ કરવા લાલથી આગળ વધી,

જે હ્રદય લથબથ કરે એ રક્ત તું.


Rate this content
Log in

More gujarati story from Dharmesh Unagar

Similar gujarati story from Romance