પારકી જણી
પારકી જણી
પ્રેમાળ, માએ ગુસ્સાથી પુત્રને કહ્યું, "પેલી... પારકી જણી માટે તું મને અવગણે છે, એવું લાગે છે."
પુત્રએ સ્નેહાદરથી માનો હાથ પકડ્યો અને કહ્યું, "યાદ કર, મા... મારા દાદીએ કદાચ તને આ શબ્દો કહ્યા હશે. તને કેટલી... તકલીફ થઇ હશે, એ સાંભળી ને? છતાં, મારા પિતા એ જે સંસાર રચ્યો, એનો આધાર સ્તંભ છે. અને અમારું સર્વસ્વ તું જ છે. હવે, મારો સંસાર રચવામાં અને તારા પૌત્રાદિકની જનેતાને પોતાની... ગણવામાં મને તારો સ્નેહાળ સાથ આપ. આપીશ ને..?
