નરેન ને મધુસુદન
નરેન ને મધુસુદન


એક ગામમાં નરેન નામનો એક છોકરો રેહતો હતો. તેની માતા વિધવા હતી. તે થોડું ઘણું કમાતા હતાં. નરેન અને તેની મા ગરીબ હતાં. પણ તેમને અન્ન વસ્ત્ર મળી રહેતાં. તે દરરોજ શ્રી કૃષ્ણને દ્વારે પ્રાર્થના કરતો, મા પણ પોતાના પુત્રની સંભાળ લેવા અને પુત્રને બલિષ્ઠ ભદ્ર માણસ બનાવવા વિનંતી કરતી. નરેનની માતાની મોટી ઉંમર થઇ હતી. માતા ગયા પછી શાળા બીજા ગામમાંઘણી બધી દુર હતી. ને જંગલોમાંથી રસ્તો પસાર થતો હતો. જંગલમાં ઊંચા ઝાડ ને લીધે કેડીઓઓ અંધારી રેહતી. નરેનને ડર રેહતો. કેટલાક વૃક્ષની નીચે ડરી હતી તે પકડવાથી તેના હાથમાં લગતી હતી.
કેટલાક વૃક્ષોના વેલા તો લટકતા સાપ જેવા લાગતા. નરેનને વિચાર આવ્યો કે એની સાથે પણ કોઈકનો સાથ હોય તો કેવું સારું હતું, પણ શું કરે બિચારો કોઈ વાતો કરનારૂ સાથે હોય તો આટલું બિહામણું ન લાગત.
પણ નરેન તો એકલો ચાલતો અને દોડતા બને એટલું જલ્દી નિશાળે પહોંચી જતો. તે શાળામાં ખુશખુશાલ રહેતો. તે શિક્ષકને ખુબ ચાહતો હતો. અને રમતના સમયે બીજા સાથે મોજમજા કરી આનંદ મેળવી લેતો. શાળાનો સમય પૂરો થતાં તેના ઘરની યાદ આવતી હતી. અને એકલાએ જંગલમાં થઈને જવાનું હતું, આજે જંગલમાં અંધારું હતું. ચિત્ર વિચિત્ર અવાજો અને પડછયાં લગતા વધુ બિહામણું લાગતું હતું. નરેન મુઠ્ઠીવાળીને ખુબ દોડતો તેને ઘરે પહોંચ્યો ત્યાં સુધી તેને પાછુ વળીને જોયું પણ નહી.
'શું થયું છે ?' મા એ પૂછ્યું એને સ્વસ્થ કરવા પોતાના ખોળામાં બેસાડ્યો. 'શું શિક્ષકે તને ઠપકો આપ્યો ?' નરેને જવાબ આપ્યો 'ના માતા એવું કઈ થયું નથી.' મને તો શાળામાં મજા આવે છે. પણ મારે જંગલી રસ્તો કેટલો મોટો કાપવો પડે છે, એમાય હું એકલો હોઉં છું એટલે મને બહુ ડર લાગે છે. માતા એ કહ્યું કે 'જંગલમાં ડરવા જેવું કઈ નથી. અને તું ટેવાઈ જઈશ.' નરેને કહ્યું 'મને ખુબ ડર લાગે છે મારી સાથે કોઈને મોકલને.' મા એ કહ્યું 'બેટા હું કોને મોકલું ? અહી તારી સાથે એવું કોઈ નથી.' નરેનની માતા આંખો મીચીને કૈક ઊંડું ચિંતન કરવાં લાગી.
થોડી વાર પછી આંખો ખોલતા તેનું મો આનંદથી મલકતું હતું. તે બોલી, 'અરે બેટા હું તો એ ભૂલી ગઈ કે તારો મોટોભાઈ જંગલમાં જ રહે છે. એ જ તારી સાથે આવશે અને તારી સંભાળ રાખશે.' નરેનને આ વાતની આશ્ચર્ય થયું, માતા એ બેટાનું નામ મધુસુદન પાડ્યું હતું. પણ નરેનએ કહ્યું કે 'તે જંગલમાં કેમ રહે છે અપણી જોડે કેમ નહી ?' માએ નરેન ને કહ્યું કે 'તે જંગલમાં ગાય ભેંસ બકરા ચરાવે છે. પણ તું કાલે રસ્તે જતા હાકલ કરીશ તો પોતાના પ્રાણીઓ છોડીને જંગલમાં રસ્તે તારી સાથે આવશે.'
નરેન અને મા ખુશખુશાલ છે. જંગલમાંથી પસાર થવાના ભયને મળતા આવી ઝંખના લાગી. બીજે દિવસે વહેલી સવારે નરેન માને પ્રણામ કરીને નીકળી પડ્યો શાળાએ જવા. તે પછી તે જંગલમાં પ્રવેશતા નરેન શાંત સ્થિર થઈને ઉભો રહ્યો. તેણે સાદ પાડીને કહ્યું કે 'મારાં મોટાભાઈ મધુસુદન મારી હારે જંગલમાં રસ્તે આવો છો ને ?' નરેન થોભ્યો, કાન સર્વા કર્યા. પણ ક્યાયથી પ્રત્યુત્તર ન મળ્યો, નરેન મનમા વિચાર્યો કે તે આઘો હશે. તો જંગલમાં જાતે આવતે તો હશે જ. વારંવાર મોટા અવાજે બોલાવ્યો પણ તે દેખાતો નથી.
નરેન તો ખુબ જ મોટેથી રડવા માંડ્યો. માએ કહ્યું હતું 'તું આવીશ જ પણ તું ક્યાય જતો રહ્યો હતો...' નરેન મોટેથી બોલ્યો ., 'તારી વાંસળીનાં મીઠા ધ્વનીનો અવાજ સાંભળ્યો આવો મીઠો સુર ક્યારેય ન સાંભળ્યો હતો. સંગીતના મોટા સુર નજીક આવ્યાં ગયા અને એક છોકરાને જંગલના રસ્તે આવતો દેખાયો હતો. મસ્તક પર એક સુંદર મોરપીંછનો સુંદર મુગટ ધારણ કર્યો હતો. તે વાંસળી વગાડતો હતો. અને તેના ચહેરા પર ખુબ મીઠો આનંદનો લહરો હતી. નરેન એ છોકરાને જોઈ એ તરફ આનંદથી દોડી ગયો.
નરેન એ તેને પૂછ્યું કે 'તમે મોટા ભાઈ ? તમે જ મધુસુદન છો ? મા એમ કેહતી હતી કે જો હું તમને સાદ કરો ગમે ત્યાં ગાયો છોડી જંગલના રસ્તે મારી સાથે આવશો. અન તમને ખબર હશે મારે શાળાએ જવાનું હશે.' છોકરા એ તો જવાબ આપ્યો. 'હા હું જ તારો મોટોભાઈ છું ચલ મારી સાથે હું તારો સાથે સાથે જંગલના રસ્તે લઈ જાઉં.' નરેન તો મોટાભાઈ સાથે ચાલતો જાય અને રસ્તામાં ઘરની સ્થિતિ અને શાળા એ જવા નરેન મોટો થયો. તેની વાતો આનંદથી કર્યો જતો હતો, હજુ ગઈ કાલે જ આ રસ્તે તે કેટલો ગભરાઈ ગયો હતો તે વાત જ તે ભૂલી ગયો.
પછી અંતે મોટા જંગલો રસ્તો પૂરો થયો અને મધુસુદન ઉભો રહ્યો તેને કહ્યું 'હવે હું પાછો ફરીશ નરેન તેં ને પૂછ્યું, 'પણ સાંજે તો મારી સાથે આવશે ને ? પણ જો તમે સાથે ના આવતાં મને બહુ ડર લાગશે.' મધુસુદનએ કહ્યું 'હું જરૂર આવીશ. મને બોલાવજે અને હુ આવી પહોંચીશ. દરરોજ સવારે અને સાંજે જયારે તે જંગલમાં પ્રવેશતો ત્યારે ભાઈને સાદ કરતો અને તે દરરોજ આવીને સાથે ચાલતા નરેન રસ્તામા પોતાની માતા વિષે અને શાળાવિષે માહિતી આપી હતી.
આવી રીતે પ્રેમથી વાતો કરતા મધુસુદન તેને સાંભળતો અને ક્યારેક વાંસળીના સુર રલાવતો. અંતે તેં ને ખબર નાં હતી કે મધુસુધન એ કૃષ્ણ ભગવાન હતાં.