મનની સાથે વાત
મનની સાથે વાત
પ્રિય મિત્ર ,
દુનિયાની ભીડ ભાડ, ઘર, નોકરી, સંબધીઓ બધાની સાથે સમય આપવામાં ક્યારેક તું મને જ ભૂલી જાય છે, મને ઘણું બધું કહેવાનું ભૂલી જાય છે.
એ બચપણના દિવસો પણ કેટલા મસ્ત હતા ને, દુનિયાની કંઈ જ મગજમારી નહિ ના માથાકૂટ, મજાથી સ્કૂલ જવાનું - આવાનું, રમવાનું પૂરો દિવસ કોઈ જ રોક ટોક નહીં.
બચપણ વીત્યું ને યુવાવસ્થા આવી, યુવાવસ્થાની પણ પોતાની એક અલગ જ મજા છે ને હજારો અલગ એહસાસ, સપનાઓ ને એ સપનાઓને પુરા કરવાની લગન.
યુવાવસ્થામાં તું કેટલી અજીબ બની ગયેલી ને, મને તો ભૂલી જ ગયેલી સાવ જ. બસ તું ને તારી પોતાની જ બનાવેલી એક કાલ્પનિક દુનિયા, એ દુનિયામાં તું મને મૂકી ને જ આગળ ચાલી ગઈ. હું તારી રાહ જ જોતો રહી ગયો, વિચારતો રહ્યો કે મેં હંમેશા તને સાથ આપ્યો ને તું મને જ ભૂલી ગઈ આમ, ખુબ દુઃખ થયું તું મને તારા આ વ્યવહાર પર, તારી યુવાવસ્થા ની દુનિયામાં તને બહુ બધા બીજા મિત્રો મળી ગયા તો તું તારા અહમ મિત્રને જ ભૂલી ગઈ. પણ મને વિશ્વાસ હતો કે તું એક દિવસ ફરી થી તારા આ મિત્રને યાદ કરીશ ને બીજા બધા મિત્રોથી પહેલું સ્થાન મને આપીશ ફરીથી. તારી રાહ જોતા જોતા મેં તારા એ યુવાવસ્થાના હર કદમને મેહસૂસ કર્યા. ખોટા ને સાચા રસ્તાની સમજ માટે હરેક પળે મેં તને અવાજ આપ્યો પણ તું તારી જ ધૂનમાં હતી. તારો કસૂર પણ નતો એમાં, આ દુનિયામાં યુવાવસ્થામાં હરેક વ્યક્તિની હાલત આવી જ હોય છે. પણ તું ખુબ બહાદુર છો, તારી એ યુવાવસ્થા મેં તે ખુબ ભૂલો કરી એ ભૂલોના પરિણામ સહન કર્યા દુઃખ સહન કર્યા. એટલી હદ પર તે ભૂલો કરી કે તું પોતે પોતાને જ ભૂલી ગઈ. તે તારા પોતા પરનો આત્મવિશ્વાસ જ ગુમાવી દીધો. અહીંથી શરૂઆત થઇ તારી પોતાની પોતાના જ અસ્તિત્વ સાથેની લડાઈ.
તારી તારા અસ્તિત્વ સાથેની લડાઈની શરૂઆતની સાથે તે ફરીથી મારા વિશ્વાસ મુજબ જ મને યાદ કર્યો, હા એક દીવાલ બની રહી શરૂઆતમાં આપણા બને વચ્ચે પણ ધીમે ધીમે એ પણ પૂર્ણ થઈ ગઈ, તારી આ લડાઈમાં તારી આ લડાઈમાં તું કદમ કદમ પર નિરાશ થતી રહી પણ તે હિંમત ના હારી પડી વાગ્યું તો પણ ફરીથી ઉઠી ને લાડવા લાગી. ક્યારેક નિરાશ થઇ ને એકલામાં જોર જોરથી રડી પોતાને જ નુકસાન પહોચાડ્યું.
કહેવાય છે ને કે અંત સારો તો બધું જ સારું એમ જ તારી લડાઈમાં તું જીતી ગઈ ફરીથી તારી ને મારી મિત્રતા સૌથી ઉપર થઈ ગઈ. કદમ કદમ પર આપણો સાથ મજબૂત થતો ગયો.
હવે તું યુવાવસ્થાના એક મજબૂત તબક્કામાં છો જેને તબબકો વીસ થી ત્રીસ વર્ષની ઉમર નો હોય છે, તું અત્યારે પણ તારી એક કાલ્પનિક દુનિયામાં રહે છે પણ સાથે સાથે હવે તને સારા ખરાબની સમજ છે અનુભવ છે. કદમ કદમ પર આવતી મુશ્કેલોનો સામનો સુજ સમજની સાથે વિચારીને કરે છે ને આગળ વધે છે.
હવે તને દુનિયાને દુનિયાદારીની સમજ છે પણ આ દુનિયાથી અલગ દુનિયા પણ છે જે તારી પોતાની કાલ્પનિક દુનિયા છે પણ હવે એ બંને દુનિયા વચ્ચેનો ભેદ તને સમજાય ગયો છે ને તું એ બને દુનિયાની વચ્ચે તાલમેલ કરતા શીખી ગઈ છો. આજે પણ તારા સપના એ જ છે તને આકાશમાં એક પતંગિયાની માફક ઉડવું છે પણ જમીન પર રહેતા પણ તું શીખી ગઈ છો.
આ બંને દુનિયાની વચ્ચેના તાલમેલમાં તું કયારેક મને મારી લાગણીઓને નજરઅંદાજ કરી દે છો એટલે જ આજે તને ફરીથી આપણી મિત્રતાના એ સોનેરી દિવસો યાદ કરાવ્યા મને વિશ્વાસ છે આપણી મિત્રતા ફરીથી એવી જ ગાઢ થઇ જશે હરેક કદમ આપણે એકબીજાની સાથે રહીશુ અને બની પણ રહ્યું છે ધીમે ધીમે તું મારી નજીક આવી રહી છે ફરીથી ફરીથી મારા સાથની ઈચ્છા થઇ રહી છે તને પણ હું હરેક કદમ પર તારી સાથે જ છું, હતો ને રહીશ..
તારું અને ફક્ત તારું જ..
મન (અંતરાત્મા )
