Rita Mecwan

Children Inspirational

3  

Rita Mecwan

Children Inspirational

મમતાની મહેક

મમતાની મહેક

2 mins
7.2K


આજે સુરતની એક શાળાનો વાર્ષિકોત્સવનો દિવસ હતો. નાના નાના ભૂલકાઓ તૈયાર થઇને પતંગિયાની જેમ ઊડી રહ્યાં હતાં. એવું લાગે કે જાણે ઉપવનમાં રંગબેરંગી પતંગિયા ઊડી રહ્યાં છે.

આ બધામાં આજે ચોથાં ધોરણમાં ભણતો જય શાહ ખૂબ જ ગંભીર હતો. આજે એણે મંચ પરથી ‘મા’ વિષે બોલવાનું હતું. એની મમ્મીએ સરસ સ્પીચ તૈયાર કરીને આપી હતી.

સાત વાગ્યા સુધીમાં તો શાળાનો હોલ વાલીઓ અને નાનાં - મોટાં ભૂલકાઓથી ઉભરાઈ ગયો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઇ. જુ.કે.જી. અને સી.કે.જી. નાનાં ભૂલકાંઓ સ્ટેજ પર પતંગિયાની જેમ ઉડવા લાગ્યા. રંગબેરંગી લાઈટથી મંચ શોભવા લાગ્યું. વેલકમ ડાન્સ પૂરો થયો અને તાળીઓથી હોલ ભરાઈ ગયો. અને પછી નામ બોલાયું, “હવે ચોથાં ધોરણમાં ભણતો હોનહાર વિદ્યાર્થી માસ્ટર જય શાહ 'મા' વિષે વક્તવ્ય આપશે. પ્લીઝ વેલકમ જય શાહ ...” અને હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. 

જય મંચ પર આવ્યો ઓડીયન્સનું અભિવાદન કર્યું અને પછી એકજ શબ્દ બોલ્યો : 'મા' અને એની નજર મમ્મી પર પડી જોયું તો મમ્મી અમીની આંખમાંથી આંસુ સરી પડ્યું... અને જયે આગળ બોલવાનું શરુ કર્યું, "મા, તું જ મારી ઈશ, મા જન્મથી લઈને આજ દિન હું તને જ ઓળખું છું. જન્મ આપ્યો આજે હું ચોથા ધોરણમાં આવ્યો મને આંગળી પકડી ચાલતાં શીખવાડ્યું,બોલતાં શીખવાડ્યું. મારી મમ્મી અમી શાહ હું આજે જેટલું જાણું છું ને શીખ્યો છું તે તને આભારી છે. મારી મમ્મીએ ટ્યુશન કરી મને મોટો કરે છે. મારા દરેક લાડકોડ પુરા કરે છે. હું તો એટલું જાણું છું કે મારી મા મારા માટે મહેનત કરે છે. મા હું મોટો થઈશને ત્યારે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા હું તારું ઋણ ક્યારેય ન ચૂકવી શકું."

આટલું બોલી જય સ્ટેજ પર બેસી ગયો.એની આંખમાં આંસુ આવી ગયાં અને આખો હોલ તાળીઓથી ગાજી ઊઠ્યો. જયના ક્લાસ ટીચર એને બેક સ્ટેજમાં લઇ ગયાં.

આ બાજુ પ્રેક્ષકોમાં બેઠેલી અમી અવાચક હતી. કારણ કે જય જે પણ કંઈ બોલ્યો તે સ્પષ્ટ ગુજરાતીમાં હતું. જ્યારે અમીએ જયને અંગ્રેજીમાં સ્પીચ લખી આપી હતી. જય જે પણ કંઈ બોલ્યો એ એણે લખી નહોતું આપ્યું.

જ્યારે ઇનામ વિતરણ થયું ત્યારે માસ્ટર જય શાહ પ્રથમ વિનર બન્યો. પ્રિન્સિપાલે જયને બોલાવ્યો અને ઇનામ આપવા લાગ્યા તો નાનકડો જય બોલી ઊઠ્યો, “સર, આ ઇનામ હું મારી મમ્મીને હાથે લેવા માંગું છું. શું હું અહીં મારી મમ્મીને અહી બોલાવી શકું? આચાર્યશ્રી એ અમી શાહને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. અમી મંચ પર આવી પોતાના વહાલસોયા દીકરાને ભેટી પડી. આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ઊભા થઈને મા દીકરાનું અભિવાદન કર્યું. હોલ જયના જયજયકારથી ગાજી ઊઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children