STORYMIRROR

VISHALKUMAR JOSHI

Drama

2  

VISHALKUMAR JOSHI

Drama

મિત્રની પરીક્ષા

મિત્રની પરીક્ષા

2 mins
91

એક ગામ હતું. તે ગામમાં બે મિત્રો રહેતા હતાં. એકનું નામ રામ હતું, જયારે બીજાનું નામ શ્યામ હતું. આ બંને પાક્કા મિત્રો હતાં. એક વખત રામ અને શ્યામ ગામડેથી શહેરમાં જવા માટે નીકળ્યા. શહેરમાં જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. શહેરમાંથી પાછા આવતી વખતે મોડું થઈ ગયું, અને રાત પડી ગઈ. અંધારું પણ થઈ ગયું. રસ્તામાં પાછુ જંગલ આવ્યું.

જંગલમાંથી પસાર થતી વખતે બંને મિત્રોને ડર લાગતો હતો. કેમ કે તે જંગલમાં ઘણાં જંગલી જાનવર રહેતા હતાં. વાઘ, સિંહ, રીંછ વગરે પ્રાણીઓ પણ રહેતા હતાં. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ચાલતા હતાં. બંને જાણે એકબીજાને વચન આપ્યું કે કોઈપણ મુસીબત આવે આપણે એકબીજાનો સાથ છોડીશું નહિ. અને કોઈને એકલા મુકીને ભાગીશું નહિ. બંને જણા વાતો કરતાં જતાં હતાં. ત્યાં અચાનક જ બાજુની ઝાડીમાંથી એક મોટું રીંછ એમની સામે આવતું દેખાયું.

રીંછને જોઈને રામ શામનો હાથ છોડાવીને ભાંગી ગયો. અને એક ઊંચા ઝાડ પર ચડી ગયો. પણ શ્યામુ બિચારો શરીરથી ભારે હતો. એટલે તે ઝાડ પર ચડી શકતો ન હતો. તેને પોતાના મિત્ર રમણે મદદ માટે ખુબ જ બુમ પાડી. પણ તે મદદ કરવા માટે નીચે ન આવ્યો. રીંછ ધીમે ધીમે નજીક આવતું હતું. છેવટે શ્યામએ જીવ બચાવવા એક ઉપાય કર્યો. તે જમીન પર સૂઈ ગયો. અને મરેલા માણસની જેમ શ્વાસ બંધ કરી સુઈ ગયો. રીંછ શ્યામની પાસે આવ્યું. પણ શ્યામ સહેજ પણ હલ્યો નહિ. રીંછ શ્યામની ચારેબાજુ ફરી તેને સુંઘવા લાગ્યું. એણે એમ કે આ માણસ તો મરી ગયો છે. એટલે તે ત્યાંથી ચાલ્યું ગયું.

રીંછના ગયા પછી શ્યામ ઊભો થયો. થોડીવારમાં રામ પણ ઝાડ પરથી નીચે ઉતરીને આવ્યો. તે શ્યામને પૂછવા લાગ્યો, ‘પેલું રીંછ તને કાનમાં શું કહેતું હતું?’ શ્યામએ ગુસ્સે થઈને કહ્યું, ‘રીંછે કહ્યું કે સંકટ સમયે સાથ છોડી દે તેવા સ્વાર્થી મિત્રની ક્યારેય પણ મિત્રતા કરવી જોઈએ નહીં.'બસ એ દિવસથી રામ અને શ્યામની મિત્રતા તૂટી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from VISHALKUMAR JOSHI

Similar gujarati story from Drama